હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયલનો પાકિસ્તાનને સણસણતો તમાચો: "ગાઝામાં મુનીરની સેનાના પગલાં પણ સહન નહીં કરાય"
હમાસ અને લશ્કર-એ-તૈયબા વચ્ચેના મેળાવડાનો પર્દાફાશ : અમેરિકાની મધ્યસ્થી છતાં નેતન્યાહૂએ પાકિસ્તાની સૈનિકોને ગાઝામાં ઘૂસતા રોક્યા: ઇઝરાયલી રાજદૂતે મુનીર-શાહબાઝની આતંકવાદી સાંઠગાંઠ દુનિયા સમક્ષ ઉઘાડી પાડી

નવી દિલ્હી: ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અને શાંતિ સ્થાપવાના પ્રયાસો વચ્ચે ઇઝરાયલે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે અપમાનિત કર્યું છે. ગાઝામાં શાંતિ જાળવવા માટે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત 'આંતરરાષ્ટ્રીય સ્થિરીકરણ દળ' માં પાકિસ્તાની સૈનિકોનો સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી હતી, પરંતુ ઇઝરાયલે આ પ્રસ્તાવ પર પાણી ફેરવી દીધું છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રુવેન અઝારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જે દેશના આતંકવાદી સંગઠનો હમાસ સાથે મળીને કાવતરાં ઘડે છે, તે દેશની સેનાને ગાઝામાં પ્રવેશવાની મંજૂરી ક્યારેય આપી શકાય નહીં. આ નિવેદન પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર અને વડાપ્રધાન શાહબાઝ શરીફ માટે એક મોટો રાજદ્વારી ઝટકો માનવામાં આવે છે.
ઇઝરાયલી રાજદૂતે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો કે, ઇઝરાયલ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી સંગઠન 'લશ્કર-એ-તૈયબા' અને 'હમાસ' વચ્ચે વધતા સંબંધોથી સારી રીતે વાકેફ છે. રુવેન અઝારે કહ્યું કે, પાકિસ્તાન પોતે આતંકવાદનું કેન્દ્ર છે અને ત્યાં હમાસની હાજરી વધી રહી છે, તેથી પાકિસ્તાની સૈનિકો ગાઝામાં શાંતિ સ્થાપવાને બદલે પરિસ્થિતિ વધુ વણસાવી શકે છે. ઇઝરાયલે અમેરિકાના દબાણને પણ નકારી કાઢતા સાફ કરી દીધું છે કે, તેઓ માત્ર એવા જ દેશો સાથે સહયોગ કરશે જેમની સાથે તેમના વિશ્વસનીય અને મજબૂત રાજદ્વારી સંબંધો છે, અને પાકિસ્તાન હજુ તે લાયકાત ધરાવતું નથી.
બીજી તરફ, બેન્જામિન નેતન્યાહૂની સરકારે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ સફાયો નહીં થાય ત્યાં સુધી ગાઝામાં કોઈ પણ આંતરરાષ્ટ્રીય દળનો વિચાર નિરર્થક છે. પાકિસ્તાન જે રીતે હમાસ પ્રત્યે સહાનુભૂતિ બતાવીને આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ભૂમિકા વધારવા માંગતું હતું, તેની ચોરી હવે પકડાઈ ગઈ છે. ઇઝરાયલના આ કડક વલણથી પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ-થલગ પડી ગયું છે. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ વહીવટીતંત્ર ઇઝરાયલના આ 'નો એન્ટ્રી' ઓર્ડર પછી પાકિસ્તાનને કોઈ અન્ય રીતે મદદ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
