હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓસ્કારના મેદાનમાં ભારતનો દબદબો: 'કાંતારા 1' અને 'મહાવતાર નરસિંહ'નો વૈશ્વિક મંચ પર શંખનાદ
હોમ્બલે ફિલ્મ્સની બે બ્લોકબસ્ટર ફિલ્મોએ ઓસ્કારની જનરલ એન્ટ્રી લિસ્ટમાં બનાવી જગ્યા: શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ દિગ્દર્શક સહિતની મુખ્ય શ્રેણીઓમાં વિશ્વભરની ફિલ્મોને આપશે ટક્કર : ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓનો વિદેશમાં વાગશે ડંકો

બેંગલુરુ: ભારતીય સિનેમા માટે વર્ષ 2026ની શરૂઆત ઓસ્કારના મંચ પરથી ખૂબ જ સારા સમાચાર લઈને આવી છે. દક્ષિણ ભારતનું પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ, 'હોમ્બલે ફિલ્મ્સ' ફરી એકવાર ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. તેમની બે મહત્વાકાંક્ષી ફિલ્મો, 'કાંતારા: પ્રકરણ 1' અને 'મહાવતાર નરસિંહ', વર્ષ 2025માં બોક્સ ઓફિસ ગજવ્યા બાદ હવે ઓસ્કારની 'જનરલ એન્ટ્રી' યાદીમાં સત્તાવાર રીતે સામેલ થઈ ગઈ છે. આ સાથે જ ઋષભ શેટ્ટીની કલાત્મક દ્રષ્ટિ અને ભગવાન નરસિંહની દિવ્ય ગાથા હવે હોલીવુડના દિગ્ગજો સાથે એવોર્ડની રેસમાં સ્પર્ધા કરતી જોવા મળશે.
ઓસ્કારની આ જનરલ એન્ટ્રી યાદીમાં સ્થાન મળવાનો અર્થ એ છે કે આ બંને ફિલ્મો હવે શ્રેષ્ઠ અભિનેતા, દિગ્દર્શક, સિનેમેટોગ્રાફી અને પ્રોડક્શન ડિઝાઇન જેવી મુખ્ય શ્રેણીઓમાં વોટિંગ માટે લાયક ઠરી છે. ઋષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત 'કાંતારા 1' એ આપણી પૌરાણિક અને લોક સંસ્કૃતિને આધુનિક ટેકનોલોજી સાથે જે રીતે રજૂ કરી છે, તેણે વિશ્વભરના વિવેચકોના દિલ જીતી લીધા છે. બીજી તરફ, અશ્વિન કુમારના દિગ્દર્શનમાં બનેલી 'મહાવતાર નરસિંહ' એ ભારતીય પૌરાણિક વાર્તાઓને વૈશ્વિક સ્તરે રજૂ કરી છે. એકેડેમી એવોર્ડ્સ હવે નક્કી કરશે કે આ ફિલ્મો શોર્ટલિસ્ટ થઈને અંતિમ નોમિનેશન સુધી પહોંચશે કે નહીં.
વિશેષ નોંધનીય બાબત એ છે કે આ વર્ષે ઓસ્કાર માટે ભારતમાંથી પસંદ કરાયેલી કુલ પાંચ ફિલ્મોમાંથી બે ફિલ્મો માત્ર હોમ્બલે ફિલ્મ્સની છે. આ સિદ્ધિ ભારતીય સિનેમાની વધતી જતી વૈશ્વિક શક્તિનું જીવંત ઉદાહરણ છે. હોમ્બલે ફિલ્મ્સના વિજય કિરાગંડુરની દૂરંદેશીને કારણે આજે પ્રાદેશિક ભાષાની ફિલ્મો આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર સન્માન મેળવી રહી છે. આ માત્ર એક ફિલ્મી સફળતા નથી, પરંતુ ભારતીય વારસા અને કલાને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાનું એક સશક્ત માધ્યમ બની રહી છે, જે દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
