હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનમાં ૧૯૭૯ પછીનો સૌથી મોટો જનઆક્રોશઃ ૬૫ વર્ષીય ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવી, જે ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રઝા પહેલવીના સૌથી મોટા પુત્ર છે, તેમને સત્તા સોંપવાની માંગ બુલંદ બની

તહેરાન,તા.૧૦: વર્ષ ૧૯૭૯માં આયાતુલ્લા રૂહોલ્લાહ ખુમૈની સત્તામાં આવ્યા હતા અને ૧૯૮૯ સુધી સુપ્રીમ લીડર રહ્યા હતા. ત્યારબાદ ૧૯૮૯થી અત્યાર સુધી, એટલે કે છેલ્લા ૩૭ વર્ષથી આયાતુલ્લા અલી ખામૈની સત્તા પર છે. પરંતુ હવે પ્રજાનો સબરનો બંધ તૂટ્યો છે. હાલમાં ઈરાન ગંભીર આર્થિક બદહાલી, બેરોજગારી, ચલણના મૂલ્યમાં ઘટાડો અને કડક ધાર્મિક નિયમો જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. આ જ કારણોસર લોકો હવે બદલાવ ઈચ્છી રહ્યા છે.
રઝા પહેલવીઃ યુવાનોની નવી આશા
૬૫ વર્ષીય ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવી, જે ઈરાનના છેલ્લા શાહ મોહમ્મદ રઝા પહેલવીના સૌથી મોટા પુત્ર છે, તેમને સત્તા સોંપવાની માંગ બુલંદ બની છે. રઝા પહેલવીનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૯૬૦ના રોજ તેહરાનમાં થયો હતો અને ૧૯૭૯ની ક્રાંતિ બાદ તેઓ અમેરિકામાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.
ઈરાનની યુવા પેઢી (જેન-ઝી) માને છે કે પહેલવીની વાપસીથી ઈરાનમાં આર્થિક સ્થિરતા આવશે, દેશને વૈશ્વિક સ્વીકૃતિ મળશે અને વ્યક્તિગત આઝાદી પુનઃસ્થાપિત થશે. રઝા પહેલવી પોતે પણ ઈરાનને એક બિનસાંપ્રદાયિક (સેક્યુલર) અને લોકશાહી દેશ બનાવવાના હિમાયતી છે. તેમણે લોકશાહી અને ઈરાનના ભવિષ્ય પર ત્રણ પુસ્તકો પણ લખ્યા છે.
દેશભરમાં હિસક પ્રદર્શનો અને પોલીસકર્મીઓની હત્યા આ વિરોધ પ્રદર્શનો હવે હિસક બની રહ્યા છે. છેલ્લા બે દિવસમાં બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી છે.
૧. પヘમિી ઈરાનના ઈલામ પ્રાંતમાં અહેસાન અગાજાની નામના પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરાઈ.
૨. દક્ષિણ-પૂર્વી પ્રાંત સિસ્તાન અને બલૂચિસ્તાનમાં પણ એક પોલીસકર્મીની હત્યા થઈ, જેમાં હુમલાખોરોએ ચાલુ ગાડીમાંથી ફાયરિગ કર્યું હતું.
ઈરાનનું અર્થતંત્ર ખાડે ગયું
આંકડાકીય માહિતી મુજબ, ઈરાનની આર્થિક સ્થિતિ અત્યંત ચિતાજનક છે. વર્ષ ૨૦૨૫માં તેલની નિકાસમાં ઘટાડો અને પ્રતિબંધોને કારણે આ ખાધ વધીને ૧૫ અબજ ડોલર થવાનો અંદાજ છે. ઈરાન તેની ૯૦ ટકા તેલ નિકાસ ચીનને કરે છે. ચીન ઉપરાંત તુર્કી, યુએઈ અને ઈરાક તેના મુખ્ય વેપારી ભાગીદારો છે. વર્ષ ૨૦૨૫માં જીડીપી વૃદ્ધિ દર માત્ર ૦.૩ ટકા રહેવાનું અનુમાન છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને પ્રતિબંધો
ઈરાન પર અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને ઈઝરાયલ જેવા મુખ્ય દેશોએ કડક પ્રતિબંધો લાદ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે અને ચેતવણી આપી છે કે જો ઈરાની સુરક્ષાદળો પ્રજા પર અત્યાચાર કરશે તો અમેરિકા પ્રજાની સાથે ઉભું રહેશે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું છે.
બીજી તરફ, ઈરાનના મુખ્ય ન્યાયાધીશ ગોલામહુસેન મોહસની એજઈએ ચેતવણી આપી છે કે 'ઈસ્લામિક રિપબ્લિક'ના દુશ્મનોને મદદ કરનારાઓ સામે કોઈ નરમાશ રાખવામાં આવશે નહીં.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
