News of Saturday, 10th January 2026
કોંગ્રેસ આજથી દેશભરમાં 'મનરેગા બચાવો અભિયાન' શરૂ: કોંગ્રેસનું કહેવું છે કે સરકારની નીતિઓને કારણે આ યોજના નબળી પડી રહી છે: મનરેગાના બજેટમાં કાપ અને શ્રમિકોને વેતનમાં થઈ રહેલા વિલંબ જેવા મુદ્દાઓ સાથે કોંગ્રેસ કાર્યકરો રસ્તા પર ઉતર્યા

નવી દિલ્હી: ગ્રામીણ ભારતમાં રોજગારીની ખાતરી આપતી યોજના મનરેગાને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા આજે એટલે કે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકારની નીતિઓને કારણે આ યોજના નબળી પડી રહી છે. મનરેગાના બજેટમાં કાપ અને શ્રમિકોને વેતનમાં થઈ રહેલા વિલંબ જેવા મુદ્દાઓને લઈને કોંગ્રેસ કાર્યકરો આજથી રસ્તા પર ઉતરશે અને 'મનરેગા બચાવો અભિયાન' અંતર્ગત વિરોધ પ્રદર્શનો યોજશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
