<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

અમેરિકી રાષ્ટ્રપતિનો દાવો: મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવી ૧ કરોડ લોકોના જીવ બચાવ્યા: ટ્રમ્પના મતે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરમાં તેમનો આભાર માન્યો હતો અને સ્વીકાર્યું હતું કે ટ્રમ્પની પહેલથી એકાદ કરોડ લોકોની, મોટી જાનહાનિ ટળી છે

ન્યૂયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે તેલ અને ગેસ કંપનીના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ હતી અને બંને દેશો યુદ્ધ તરફ આગળ વધી રહ્યા હતા. ટ્રમ્પે દાવો કર્યો કે તેમના હસ્તક્ષેપને કારણે આ સંઘર્ષ અટક્યો છે અને ઓછામાં ઓછા ૧ કરોડ લોકોના જીવ બચ્યા છે. ટ્રમ્પના મતે, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરમાં તેમનો આભાર માન્યો હતો અને સ્વીકાર્યું હતું કે ટ્રમ્પની પહેલથી મોટી જાનહાનિ ટળી છે. એકાદ કરોડ લોકોના જીવ બચ્યા છે. 

(9:51 AM IST)