<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

વેનેઝુએલાના તેલ ભંડાર ઉપર નિયંત્રણ સાથે ૧૦૦ અબજ ડોલરના રોકાણ માટે વ્હાઇટ હાઉસમાં દિગ્ગજ કંપનીઓ સાથે ટ્રમ્પની બેઠક: અમેરિકાની એક્સન મોબિલ, શેવરોન અને કોનોકો ફિલિપ્સ જેવી દિગ્ગજ કંપનીઓના અધિકારીઓ હાજર રહ્યા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના વિશાળ તેલ ભંડારનો કબજો લેવા અને ત્યાંના ઓઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી બેઠું કરવા માટે કમર કસી છે. આ માટે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વિશ્વની મોટી ઓઇલ કંપનીઓના વડાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે વેનેઝુએલામાં "બિગ ઓઇલ" કંપનીઓ દ્વારા ઓછામાં ઓછા ૧૦૦ અબજ ડોલરનું જંગી રોકાણ કરવામાં આવશે.

 

આ બેઠકમાં અમેરિકાની એક્સન મોબિલ, શેવરોન અને કોનોકો ફિલિપ્સ જેવી દિગ્ગજ કંપનીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. ટ્રમ્પનો ઉદ્દેશ્ય વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પર નિયંત્રણ મેળવીને અમેરિકા માટે ઉર્જા સુરક્ષા વધારવાનો છે. 

 

તેમણે કંપનીઓને ખાતરી આપી છે કે તેમના રોકાણને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ પગલાં દ્વારા અમેરિકા દક્ષિણ અમેરિકાના આ દેશના અર્થતંત્ર અને તેલના વેપાર પર સીધું પ્રભુત્વ જમાવવાની તૈયારી કરી રહ્યું છે.

(9:58 AM IST)