<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

વર્ષ ૨૦૨૬ ના પહેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ૧૦ અબજ ડોલરનો ઘટાડો

નવી દિલ્હી: ભારતીય અર્થતંત્ર માટે વર્ષ ૨૦૨૬ ની શરૂઆતમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૬ ના પહેલા જ સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડાર (ફોરેક્સ રિઝર્વ) માં મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર એક સપ્તાહની અંદર જ વિદેશી મુદ્રા ભંડારમાં આશરે ૧૦ અબજ ડોલરનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં કરન્સીની વધઘટ અને રિઝર્વ બેંક દ્વારા રૂપિયાને સ્થિર રાખવા માટે કરવામાં આવેલી દખલગીરી કારણભૂત હોઈ શકે છે.

(10:00 AM IST)