<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

આતંકવાદ ફેલાવતા પાક.માં ૬૩ ટકા યુવાનો ક્‍યારેય સ્‍કૂલે ગયા જ નથી

પાક.માં વકરેલી ગરીબી યુવાઓને શિક્ષણથી દૂર રાખે છેઃ સંશોધન : ઘરેલુ કામના બોજને કારણે ૧૫થી ૨૯ વર્ષની વયની ૨૫ ટકાથી વધુ યુવતીઓનું સ્‍કૂલમાં એડમિશન જ નથી થયું

નવી દિલ્‍હી તા.૧૦: માત્ર આતંકવાદને જ પ્રોત્‍સાહન આપવાને કારણે પાકિસ્‍તાન શિક્ષણ મુદ્દે ઘણુ જ પાછળ રહી ગયું છે. અન્‍ય દેશો શિક્ષણને વધારે મહત્‍વ આપી રહ્યા છે ત્‍યારે પાકિસ્‍તાન કટ્ટરવાદ વધારવા પર જ ધ્‍યાન આપી રહ્યું છે. જેને પરિણામે પાકિસ્‍તાનમાં ૬૩ ટકા યુવાનો ક્‍યારેય શાળાએ જ નથી ગયા. શિક્ષણનું સ્‍તર સુધરી નથી રહ્યું ઉલટા કટ્ટરવાદ અને આતંકવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે.

વર્ષ ૨૦૨૩માં પાકિસ્‍તાન દ્વારા કરાયેલી વસતી ગણતરીના ચોંકાવનારા આંકડા સામે આવ્‍યા છે. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્‍તાનમાં ૬૩ ટકા યુવાનો ક્‍યારેય સ્‍કૂલે જ નથી ગયા. જ્‍યારે ૨૩ ટકા કિશોરો પણ પુરતા શિક્ષણથી વંચિત રહ્યા છે.

૨૫ ટકા મહિલાઓએ ક્‍યારેય સ્‍કૂલમાં  એડમિશન જ નથી લીધુ. જ્‍યારે પુરુષોમાં પાકિસ્‍તાનના અખબાર ડોનની રિપોર્ટમાં આ આંકડા જાહેર કરાયા છે જેમાં વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાનમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સ્‍થિતિ સૌથી વધુ ખરાબ છે

આ સંખ્‍યા લગભગ અડધી છે. રિપોર્ટમાં નિષ્‍ણાતોએ જણાવ્‍યું છે કે આ આંકડા પરથી સાબિત થાય છે કે પાકિસ્‍તાનના નાગરિકોને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, શિક્ષણનું સ્‍તર કથળેલુ હોવાને કારણે પણ કટ્ટરવાદ અને આતંકવાદ વકરી રહ્યો છે, સાથે જ બેરોજગારી દિવસે ને દિવસે બમણી થઈ રહી છે.

વિકાસ નીતિ સંસ્‍થાન દ્વારા સંયુક્‍ત રાષ્ટ્ર ખાદ્ય તેમજ સેવા સંસ્‍થાના સહયોગથી કરાયેલા એક સંશોધનમાં ચોંકાવનારા તારણો સામે આવ્‍યા છે. જેમાં વધુમાં જણાવવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાનમાં યુવા વર્ગ સ્‍કૂલે નથી જઈ રહ્યો છે તેનું એક મોટું કારણ નબળી આર્થિક પરિસ્‍થિતિ છે. છોકરીઓ માટે ઘરેલુ જવાબદારીઓ, કામનું દબાણ, આસપાસ સ્‍કૂલોની અછત, શિક્ષણ માટે દૂર સુધી અવર જવર કરવા મજબૂર થવું વગેરે મુખ્‍ય કારણો જવાબદાર માનવામાં આવે છે.(૩૮.૧૦)

(10:19 AM IST)