હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકામાં ક્રેડિટ કાર્ડ ધારકોને જબરદસ્ત રાહતઃ ૨૦ જાન્યુઆરીથી ૧ વર્ષ માટે વ્યાજ દર ૧૦ ટકાથી વધુ નહીં વસૂલી શકાયઃ ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો પર ૧૦ ટકાની મર્યાદા (કેપ) લાગુ થશેઃ ન્યૂઝ ફર્સ્ટ

ન્યૂયોર્ક,તા.૧૦: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સામાન્ય જનતા માટે એક મોટા આર્થિક નિર્ણયની જાહેરાત કરી છે. ટ્રમ્પે ક્રેડિટ કાર્ડ પરના વ્યાજ દરો અંગે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું છે કે આગામી ૨૦ જાન્યુઆરીથી ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો પર ૧૦ ટકાની મર્યાદા (કેપ) લાગુ કરવામાં આવશે. આ નિર્ણય એક વર્ષના સમયગાળા માટે અમલમાં રહેશે.
ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, હું હવે ક્રેડિટ કાર્ડ કંપનીઓને ૨૦ થી ૩૦ ટકા અને તેનાથી પણ વધારે વ્યાજ વસૂલવા દઈશ નહીં. તેમણે ઉમેર્યું હતું કે સામાન્ય નાગરિકો અત્યારે ઊંચા વ્યાજ દરોથી પરેશાન છે, ત્યારે આ નિર્ણયથી તેમને મોટી રાહત મળશે.
વર્તમાન સમયમાં અમેરિકામાં ક્રેડિટ કાર્ડ પર વાર્ષિક વ્યાજ દર ખૂબ જ ઊંચા છે, જે અનેક કિસ્સાઓમાં ૨૦ ટકાથી ૩૦ ટકા સુધી પહોંચી જાય છે. ટ્રમ્પના આ પ્રસ્તાવ મુજબ, આ વ્યાજ દર ઘટાડીને મહત્તમ ૧૦ ટકા સુધી મર્યાદિત કરવામાં આવશે. આ નિયમ ૨૦ જાન્યુઆરીથી લાગુ કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે.
આ પગલાંને કારણે બેંકિગ ક્ષેત્રમાં મોટી હલચલ જોવા મળી શકે છે, પરંતુ સામાન્ય ગ્રાહકો અને મધ્યમ વર્ગ માટે આ સમાચાર અત્યંત રાહતરૂપ માનવામાં આવે છે. ટ્રમ્પના મતે આ કામચલાઉ પગલું અમેરિકન અર્થતંત્રમાં નાગરિકોની ખરીદશક્તિ વધારવામાં અને તેમને દેવાના બોજમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
