<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

જમ્મુના સાંબા સેક્ટરમાં પાકિસ્તાનથી મોકલાયેલા ડ્રોને દારૂગોળો ફેંક્યો: સુરક્ષાદળોએ જપ્ત કરી લીધો

પાકિસ્તાનથી આવેલા ડ્રોન દ્વારા સાંબાના ફ્લોરા ગામ નજીક શંકાસ્પદ સામગ્રી ફેંકવામાં આવી

નવી દિલ્હી : સરહદે પાકિસ્તાને ઉંબાડિયા ચાલુ રાખ્યા છે, આ દરમિયાન જમ્મુના સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોએ ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સુરક્ષા કર્મચારીઓને માહિતી મળી હતી ે પાકિસ્તાનથી આવેલા ડ્રોન દ્વારા સાંબાના ફ્લોરા ગામ નજીક શંકાસ્પદ સામગ્રી ફેંકવામાં આવી છે, જેના પછી ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તાર 125મી BSF બટાલિયનના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

(11:02 AM IST)