<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ' અંતર્ગત રોશનીથી ઝળહળ્‍યું સોમનાથનું જોડિયું શહેર વેરાવળઃ ટાવર ચોક, નગરપાલિકા સહિતના સ્‍થળોએ રોશની

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૦: પુરાણોમાં જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડ તરીકે છે એવું સોમનાથ (પ્રભાસ પાટણ) ‘‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'' અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો થકી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીને આવકારવા આતુર બન્‍યું છે. ‘‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'' અંતર્ગત વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વે સોમનાથ (પ્રભાસ પાટણ)માં હમીરજી ગોહિલની પ્રતિમા, શંખ સર્કલ, લીલાવતી સહિતના સ્‍થળો રોશનીથી ઝળહળી રહ્યાં છે. આ જ રીતે સોમનાથ (પ્રભાસ-પાટણ) સાથે જેની ઓળખ જોડિયા શહેરની છે, એવા વેરાવળના હાર્દ સમા વિસ્‍તાર ટાવર ચોક, નગરપાલિકા સહિતના સ્‍થળોએ રોશની કરવામાં આવી છે.(૨.૧૬)

 

(11:36 AM IST)