News of Saturday, 10th January 2026
કાલથી વાઇબ્રન્ટ સમિટનાં રંગમાં રંગાશે રાજકોટ
સોૈરાષ્ટ્ર- કચ્છનાં ઓૈદ્યોગિક વિકાસને નવી ઉંચાઇએ લઇ જવા કાલથી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટઃ વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન વિવિધ રાષ્ટ્રોના રાજદુતો- ૫૦૦૦થી વધુ ઉદ્યોગ દિગ્ગજો- રોકાણકર્તાઓ- નિતિ- નિર્માતાઓ રાજકોટમાં: ટ્રેડ શો- પ્રદર્શન- MSME કોૈકલેવ- રાઉન્ડ ટેબલ ચર્ચાઓ- ઉદ્યોગ સંવાદ થશેઃ ડેટા સેન્ટર- હરિત વિકાસ- ઉર્જા- સિરામિક- ઓટો- મત્સ્ય ઉદ્યોગ- ટેક્ષટાઇલ- પ્રવાસનની તકો કેન્દ્ર સ્થાને

રાજકોટ તા.૧૦: સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજ્ય સરકાર દ્વારા કાલથી રાજકોટ ખાતે મારવાડી યુનિ.ની ૫૫ એકર જગ્યા ઉપર ‘‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ''નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે આ સમિટનું ભવ્ય ઉધઘાટન કરવામાં આવશે. આવતીકાલે બપોરે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સને ખુલ્લી મૂકશે. આ પ્રસંગે ૬ વિશાળ ડોમમાં તૈયાર કરવામાં આવેલ ખાસ એક્ઝિબિશનનું પણ ઉદ્ધાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે જુદા જુદા રાષ્ટ્રોના રાજદૂતો, ૫૦૦૦ થી વધુ ઉદ્યોગ જગતના દિગ્ગજો, રોકાણકર્તાઓ અને નીતિ નિર્માતાઓ ઉપસ્થિત રહેશે.
બે દિવસના કાર્યક્રમ દરમિયાન ટ્રેડ શો અને પ્રદર્શન, MSME કોંકલેવ, વેન્ડર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, રાઉન્ડ ટેબલ ચર્ચાઓ, નારી શક્તિ ઉધ્યોગ સંવાદ, નીતિ સંવાદો સહિતના કાર્યક્રમો યોજાશે. બ્લુ ઇકોનોમી, ડેટા સેન્ટર, હરિત વિકાસ, ઉર્જા, સિરામિક, ઓટો, મત્સ્ય ઉધ્યોગ, ટેક્સટાઇલ્સ અને પ્રવાસન, ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં રહેલી તકો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.૧૧ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન રિવર્સ બાયર સેલર મીટ, કલાકારો દ્વારા સાંસ્કળતિક પ્રસ્તુતિ, આર્ટિઝન્સ દ્વારા તેમની કલા પ્રદર્શન, ઉદ્યમી મેળા સહિતનું આયોજન કરવામાં આવેલુ છે.
બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સિરામિક્સ, એન્જિનિયરિંગ, બંદરો અને લોજિસ્ટિક્સ, મત્સ્ય ઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કળષિ અને ફૂડ પ્રોસેસિંગ, ખનિજો સહિતના મુખ્ય વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. વ્યૂહાત્મક ભાગીદારી, પોલિસી સપોર્ટ અને રોકાણકારોના સહયોગ દ્વારા, આ કાર્યક્રમનો ઉદ્દેશ ગુજરાતના પヘમિ પટ્ટામાં સમાવિષ્ટ વિકાસ અને ટકાઉપણું સુનિヘતિ કરવાની સાથે ઓૈદ્યોગીક વિકાસને વેગ આપવાનો છે.
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં યોજાનારી કોન્ફરન્સમાં ૬ અત્યાધુનિક ડોમ સાથે ૨૦,૦૦૦ ચોરસ મીટરથી વધુના વિસ્તારને આવરી લેવામાં આવશે, જેમાં ક્ષેત્રીય પ્રદર્શન, નવીનીકરણ પ્લેટફોર્મ અને બિઝનેસ નેટર્વકિંગ તકોનો સમાવેશ થશે.
આ એક્ઝિબિશનમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ફિશરીઝ; રિન્યુએબલ એનર્જી; એન્જિનિયરિંગ; બંદરો અને લોજિસ્ટિક્સ; હાથશાળ અને હસ્તકલા; રસાયણો અને પેટ્રોકેમિકલ્સ; બેંકો અને નાણાકીય સંસ્થાઓ; અને શિક્ષણ સંસ્થાઓ સહિત ઉચ્ચ વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અનેસંસ્થાઓ ભાગ લેશે. આ ઉપરાંત, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, કળષિ વિભાગ, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગુજરાત ખનિજ વિકાસ નિગમ, વન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રવાસન વિભાગ અને સ્ટાર્ટઅપ ઇન્કયુબેટર્સ જેવા અનેક મુખ્ય સરકારી વિભાગો અને એજન્સીઓ પણ આ એક્ઝિબિશનમાં ભાગ લેશે.
ક્રાફ્ટ વિલેજ અને બહોળી સંખ્યામાં MSMEs ની ભાગીદારીથી આ વિસ્તારની સમળદ્ધ કૌશલ્ય પરંપરા અને ઉદ્યોગસાહસિકતા ઉજાગર થશે. VGRE ૨૦૨૬ નું મુખ્ય આકર્ષણ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રિવર્સ બાયર-સેલર મીટ અને ઉદ્યમી મેળો હશે, જેનો ઉદ્દેશ્ય માર્કેટમાં નવી તકો ઊભી કરવાનો અને સ્થાનિક MSMEs, કારીગરો તેમજ હાથશાળ અને હસ્તકલા વ્યવસાયોને વૈશ્વિક ખરીદદારો સાથે જોડવામાં મદદ કરવાનો છે. મુલાકાતીઓના અનુભવને સમળદ્ધ બનાવવા અને ભાગીદારી વધારવા માટે દૈનિક લકી ડ્રો પણ યોજવામાં આવશે.
કચ્છ અને સૌરાષ્ટ્રના ટોચના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગસાહસિકો, કળષિ-વ્યવસાય નિષ્ણાતો, MSMEs, શૈક્ષણિક સંસ્થાઓ, કારીગરો અને મહિલા ઉદ્યોગસાહસિકો આ પ્રદર્શનમાં જોડાય તેવી અપેક્ષા છે. તેમની ઉપસ્થિતિથી VGRE એ સહયોગ, નવીનતા અને પ્રાદેશિક આર્થિક વિકાસ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ બનશે. રાજ્યમાં સમાવેશી વિકાસ, રોકાણને પ્રોત્સાહન આપવા, MSME ને મજબૂત બનાવવા અને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને VGRE પ્રદર્શિત કરે છે.
સાધનોના ઉમેર્યા પ્રમાણે વડાપ્રધાનની સાથોસાથ દેશના ટોચના ઉદ્યોગજુથો અંબાણી, અદાણી, ટાટા, ટાટા જુથના હાઇલેવલ પ્રતિનિધીઓ- ડાયરેકટરો પણ આવી રહયાના સંદેશ મળી રહયા છે.
રાજકોટમાં કયાં ૪૦ દેશના પ્રતિનિધિઓ આવશેઃ તંત્ર દ્વારા ફાઇનલ લીસ્ટ જાહેર
રાજકોટ, તા., ૧૦: રાજકોટમાં કાલથી શરૂ થઇ રહેલ વાયબ્રન્ટમાં ૪૦ દેશના ઉદ્યોગપતિઓ-રાજપુરૂષો તથા પ્રતિનિધિઓ આવી રહયા છે. તેનું ફાઇનલ લીસ્ટ જાહેર થયું છે. આ દેશોમાં યુનાઇટેડ આરબ અમીરાત, જાપાન, નાઇજીરીયા, તાન્ઝાનીયા, અમરીકા, યુગાન્ડા, દક્ષિણ સુદાન, ઓસ્ટ્રેલીયા, ઇથોપીયા, યુકે, બુરકીના ફાસો, લીબેરીયા, નેપાળ, રશીયા, બ્રીટીશ ઇન્ડીયન ઓશ્યન ટેરેટીરી, કેનેડા, મોઝામ્બીક, ઝામ્બીયા, ઝીમ્બાવે, અલાન્ડ આઇસલેન્ડ, બેહરીન, ઇટાલી, કેન્યા, મોરેશીયસ, નોર્વે, કતાર, સીંગલ, સોમાલીયા, દક્ષીણ આફ્રિકા, અલ્જેરીયા, બાંગ્લાદેશ, બોસ્ટવાના, કેમરૂન, ફ્રાન્સ, હોંગકોંગ, આઇસલેન્ડ, દક્ષીણ કોરીયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ, સીંગાપોર, શ્રીલંકા, સ્વીત્ઝરલેન્ડ તથા યુક્રેન જોડાશે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
