હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વનો સૌથી મોટો ટાપુ છે ગ્રીનલેન્ડઃ સમગ્ર ભારત કરતાં પણ મોટો છે આ ટાપુ સંસ્કૃતિ માછીમારી અને પ્રાકૃતિક સંશાધનો પર આધારિત જીવન વસ્તી છે માત્ર ૫૭ હજાર
ટ્રમ્પની જ્યાં નજર બગડી છે એ ‘‘ગ્રીનલેન્ડ''નો ઇતિહાસ શું છે.......?? ગ્રીનલેન્ડ વિસ્તાર ક્યાં આવેલ છે......?? શું છે ભૌગોલિક સ્થિતિ....?? : ગ્રીનલેન્ડને છે પોતાની સરકાર, પરંતુ રક્ષા મુદે નિયંત્રણ ધરાવે છે ડેનમાર્કઃ શા માટે ટ્રમ્પ ને આ ટાપુ જોઈએ છે....??? અહીં છુપાયેલા છે દુર્લભ ખનિજ રેર અર્થ મિનરલ્સ જેવી કુદરતી સંપતિ અમેરિકાના મતે રાષ્ટ્રીય સુરક્ષા માટે ગેટ વે .... શું કહે છે ગ્રીનલેન્ડના વડાપ્રધાન ગ્રીન લેન્ડ વિલ નેવર બી પાર્ટ ઓફ અમેરિકાઃ ડેનમાર્ક ટ્રમ્પને આપી ચેતવણી પહેલા ગોળી પછી વાતઃ ગ્રીનલેન્ડ હવે ટાપુ નહીં પણ ભવિષ્યની રાજનીતિનુ બન્યું છે કેન્દ્ર

(જીતેન્દ્ર રૂપારેલિયા....) વાપીઃ અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા બાદ હવે ગ્રીનલેન્ડ વિસ્તાર ઉપર નજર બગાડી છે, કોઈ પણ કિમતે તેમને જોઈએ છે ગ્રીનલેન્ડ વિસ્તાર
ત્યારે સવાલ થાય કે ક્યાં આવેલ છે આ ગ્રીનલેન્ડ વિસ્તાર.....??, શું છે એમની ભૌગોલિક સ્થિતિ....??, શા માટે ટ્રમ્પ આને મેળવવા માંગે છે...?? આવા સવાલોના જવાબ આવો આપણે સમગ્ર પ્રકરણને નજીક થી જોઈએ.
ગ્રીનલેન્ડ એ વિશ્વનું સૌથી મોટો ટાપુ છે જે ઉત્તર એટલાન્ટિક અને આર્કટિક મહાસાગર વચ્ચે આવેલ છે જેને ભૂમિગત રીતે જોઈએ તો આશરે ૨.૧૬ મિલિયન કિમી, કે જે ભારત કરતાં પણ મોટું થાય લગભગ ૮૦ % જેટલો વિસ્તાર મોટાભાગે બરફ થી ઢંકાયેલો રહે છે, અહીં કાતિલ ઠંડી પડે છે, અહીં માછીમારી અને પ્રાકૃતિક સંશાધનો પર આધારિત જીવન છે.
આ વિસ્તાર ખૂબ જ પ્રાચીન ઈતિહાસ ધરાવે છે, વાઇકિગ યુગથી લઈને ડેનમાર્કના પ્રભાવ, આગળ વધીને નોર્વે ડેનમાર્કથી અલગ થયું પરંતુ ગ્રીનલેન્ડ ડેનમાર્ક પાસે જ રહ્યું આગળ વધીને ૧૯૫૩ માં ગ્રીનલેન્ડ ને ડેનમાર્કનું સત્તાવાર રાજયભાગ બનાવાયું.
૧૯૭૯માં ગ્રીનલેન્ડને આંતરિક શાસનનો અધીકાર પોતાની સરકાર અને સંસદ,૨૦૦૯માં સ્થાનિક સરકારને વધુ સત્તાઓ મળી એક ભાષામાં કહીએ તો સ્વ સાશન મળ્યું,
૨૧ મી સદીમાં આર્કિટેક મહત્વ મળ્યું હિમનદી ઓ ઓગળવાથી નવા સમુદ્રી માર્ગ ખૂલ્યા, ખનિજ તેલ, ધાતુઓને પગલે અમેરિકા, રશિયા અને ચીનને પણ રસ પડ્યો.ગ્રીનલેન્ડ રાજકીય રીતે ડેનમાર્ક નો સ્વાયત્ત પ્રદેશ છે સતાવાર પોતાની સરકાર છે પરંતુ રક્ષા અને જળસીમા ડેનમાર્કના નિયંત્રણ છે, હવે ટ્રમ્પની નજર આ ટાપુ ઉપર બગડી છે કોઈ પણ કિમતે તેમને આ ટાપુ જોઈએ જ છે તેના માટે તે ગમે તે કરી છૂટવાના મૂડમાં હોય તેમ જણાય છે, જેની સામે ગ્રીનલેન્ડની સરકાર અને વસ્તી કહી ચૂકી છે કે ગ્રીનલેન્ડ વેચાતું નથી, જ્યારે ડેનમાર્ક તો આકરા પાણીએ હોય તેમ કહ્યું છે કે પહેલા ગોળી પછી વાત.
ડેનમાર્કના રક્ષા મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે જો કોઈ વિદેશી તાકાત ડેનિસ ક્ષેત્રે હુમલો કરે છે તો સૈનિકો કમાન્ડર ના આદેશ ની રાહ જોયા વિના તરત જ વળતો પ્રહાર કરશે અને ગોળીબાર કરશે , આ નિયમ ૧૯૫૨નો છે , જે શીત યુદ્ધ સમયનો છે અને આજે પણ લાગુ પડે છે , આ નિર્દેશ ૧૯૪૦માં નાઝી જર્મની દ્વારા ડેનમાર્કના હુમલા પછી બનાવવામાં આવ્યો હતો.
ગયા વર્ષે એક સર્વે માં ૮૫% લોકોએ અમેરિકા સાથે જવામાં વિરોધ કર્યો હતો, એટલું જ ગ્રીનલેન્ડ ના વડાપ્રધાને પણ વાંરવાર કહ્યું છે કે અમારો દેશ વેચાવ નથી, આ વેળા એ આપણે ગ્રીનલેન્ડના વડાપ્રધાન વિશે જોઈએ તો
ગ્રીનલેન્ડના હાલના વડાપ્રધાન જેનસ-ફ્રેડરિક નિલ્સેન છે તેવો ગ્રીનલેન્ડના છે, તેમનો જન્મ ૨૨મી જૂન ૧૯૯૧ના રોજ થયો હતો, તેમની પાર્ટી ડેમોક્રેટિક ડેમોક્રેટ્સ, ૭ મી એપ્રિલ ૨૦૨૫ થી તેઓ ગ્રીનલેન્ડના વડાપ્રધાન તરીકે કાર્યરત છે.
તે સૌથી યુવાન વડાપ્રધાન તરીકે ગ્રીનલેન્ડ ના રાજકીય ઇતિહાસમાં નોંધાયા છે, તેવો
નિલ્સેન ગ્રીનલેન્ડ ના રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહ્યા છે, આ અગાઉ તેઓ મંત્રાલયો માં ઉદ્યોગ અને ખનિજ વિભાગોનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
ડેમોક્રેટિક પાર્ટીનુ તેવો નેતૃત્વ ધરાવે છે અને ૨૦૨૫ માં પાર્ટીને મજબૂત મત સાથે સફળતા અપાવી હતી.
* તેમનુ મુખ્ય લક્ષ્ય છે કે
ગ્રીનલેન્ડ ને ડેનમાર્કની સહાય પર આધારિત રાખતાં કરતાં પોતાના પગ ઉપર ઊભું કરવું, ખાસ કરીને વ્યવસાય દ્વારા,ગ્રીનલેન્ડ ની ખનીજ અને કુદરતી સંપત્તિઓ પર ધ્યાન આપવું
* આ નિર્ણય તેમની વિકાસ દ્રષ્ટિ અને વિદેશી રસો વચ્ચે સંતુલન જાળવવાની યોજનાનો ભાગ છે.
* વૈશ્વિક રાજકીય પ્રકરણોમાં તેમની ભૂમિકા જોઈએ તો
નિલ્સેનનાં કાર્યકાળ દરમિયાન ગ્રીનલેન્ડે પુનઃપ્રકાશિત રાજકીય દોર જોયા છે, ખાસ કરીને જ્યારે જેના અંગે વિશ્વમાં અમેરિકા અને અન્ય વિશ્વ શક્તિઓનો રસ વધ્યો છે.
તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કેઃ ‘‘Greenland will never be a part of America'', અને સંવાદ અને કાયદા દ્વારા જ ગ્રીનલેન્ડ ના હિતો માં વાતચીત થવી જોઈએ.
* ગ્રીનલેન્ડ વિકાસ માટે પોતે અલગ પ્રકારની આર્થિક પ્રગતિ જોઈ રહ્યા છે.
* ડેનમાર્ક સાથેનો સંબંધ ગ્રીનલેન્ડ માટે મહત્વનો છે
* પ્રત્યેક વિદેશી રસ માટે નિઃસંદેહ ની રીતે ‘‘સન્માનજનક, કાયદાકીય અને સર્વ સમાવેશી'' સંબંધ જ ગ્રીનલેન્ડને સ્વીકાર્ય છે
* ગ્રીનલેન્ડ વેચાતું નથી અને પોતાનુ ભાગ્ય પોતે નક્કી કરવા માંગે છે.
* વિદેશી સમર્પણ અને ગ્રીનલેન્ડ ની ઓળખને મજબૂત કરવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે.
આમ છતાં ટ્રમ્પ જાણે જીદે ચડ્યા હોય તેમ હવે ટ્રમ્પે ગ્રીનલેન્ડના દરેક નાગરિકોને ૧ લાખ ડોલર આપવાની લાલચ આખી વસતી ખરીદવા માંગે છે...!!! ત્યારે સવાલ થાય કે ટ્રમ્પ ને કેમ આટલો રસ છે...?? તેમને શું લાભ છે....?? શા માટે તે કોઇપણ ભોગે આ ગ્રીનલેન્ડ મેળવવા માંગે છે, આવો આપણે જોઈએ
* ભૌગોલિક સ્થાન સૌથી મોટું કારણ છે.
* ગ્રીનલેન્ડ આર્કટિક વિસ્તાર
* અમેરિકા યુરોપ રશિયા વચ્ચે કેન્દ્રીય સ્થાન પર આવેલું છે.
અહીંથીઃ
રશિયાની મિસાઇલ ગતિવિધિ પર નજર રાખી શકાય
આર્કટિક માર્ગો નિયંત્રિત થઈ શકે
ઉત્તર ધ્રુવ વિસ્તાર પર દબદબો વધે
* રાષ્ટ્રીય સુરક્ષા માટે ‘‘ગેટવે''
* સૈન્ય અને સુરક્ષા લાભ
ગ્રીનલેન્ડ માં પહેલેથી જ
* અમેરિકાનું Thule Space Base આવેલું છે
અહીંથીઃ
મિસાઇલ વોર્નિગ સિસ્ટમ
સેટેલાઇટ ટ્રેકિગ
સ્પેસ ડિફેન્સ કામગીરી
* ટ્રમ્પ માને છેઃ
‘‘આ ભવિષ્યની લડાઈઓ જમીન પર નહીં,
આર્કટિક અને સ્પેસ માં લડાશે.''
* ખનિજ અને કુદરતી સંપત્તિ ગ્રીનલેન્ડ બરફથી ઢંકાયેલું છે, પણ અંદર છુપાયેલ છે .
* દુર્લભ ખનિજ .... રેર અર્થ મિનરલ્સ
* યુરેનિયમ
* લિથિયમ, કોબાલ્ટ
* તેલ અને ગેસ (ભવિષ્ય માં)
* હિમનદીઓ ઓગળતાઃ આ સંસાધનો બહાર આવવા લાગ્યા છે
* ચીન આ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માગે છે
* ટ્રમ્પ ચીનને અટકાવવા માગે છે
* નવા સમુદ્રી માર્ગ
આર્ટિક શિપિગ રૂટ
* આર્કટિક બરફ ઓગળવાથીઃ
યુરોપએશિયા વચ્ચે નવો અને ટૂંકો સમુદ્રી માર્ગ
* વેપારઃ
સસ્તો
ઝડપી
વ્યૂહાત્મક નિયંત્રણ ધરાવતો
* ગ્રીનલેન્ડ = આ માર્ગની ચાવી
* ચીન અને રશિયા સામે સંતુલન
ચીન પોલર સ્કીલ રોડની વાત કરે છે.
રશિયા આર્કટિકમાં સૈન્ય વધારી રહ્યું છે
ટ્રમ્પની વિચારધારાઃ
‘‘જો અમે નહીં, તો ચીન કરશે.''
* એટલે ગ્રીનલેન્ડ = જિયો-પોલિટિકલ ચેસ બોર્ડ
* ટ્રમ્પ રાજકારણી ઓછા અને બિઝનેસ મેન વધુ છે તેમનું મગજ એક વ્યાપારી ની જેમ જ નફા નુકસાન ને લઈને દોડે છે.
તેવો દેશ ને પણ એક બિઝનેસ ડીલ તરીકે જુએ છે એ તેમની માનસિકતા છે
* તેમને લાગે છેઃ
‘‘આ સદીની સૌથી મોટી ડીલ બની શકે.''
ત્યારે સવાલ થાય કે શું આ શક્ય છે? જેનો સરળ જવાબ છે નહીં ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી કત્યાંના લોકો અને ડેનમાર્ક વિરોધ કરે છે આંતરરાષ્ટ્રીય કાયદા આને સરળ બનાવતા નથી, આમછતાં ટ્રમ્પ કોઇપણ ભોગે લેવા જ માંગે છે
* ટ્રમ્પને ગ્રીનલેન્ડમાં રસ છે એની પાછળ ના કારણ ને અતિ ટૂંક માં જોઈએ તો.
* સ્થાન
વૈશ્વિક સુરક્ષા
* સૈન્ય
મિસાઇલ અને સ્પેસ ડિફેન્સ
* ખનિજ
ભવિષ્યની અર્થવ્યવસ્થા
* માર્ગ
વૈશ્વિક વેપાર નિયંત્રણ
રાજનીતિ
ચીનરશિયા સામે સંતુલન
* એક વાક્ય માં કહીએ તો ગ્રીનલેન્ડ કોઈ ટાપુ નથી,
એ ભવિષ્યની વિશ્વ રાજનીતિનું કેન્દ્ર છે.
હવે જોઈએ આગળ ટ્રમ્પ આ જિદ્દી વલણ સામે નરમ પડે છે કે નહીં નહીંતર આગામી સમયમાં રશિયા સહિત અનેક દેશો આમ કુદશે અને વિશ્વ વધુ એક નવા યુદ્ધ માં હોમાશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી.(૩૮.૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
