News of Saturday, 10th January 2026
વાયબ્રન્ટ ઉદઘાટન સમારોહમાં વિશ્વ વિખ્યાત ગીતાબેન રબારી ડાયરાની રમઝટ બોલાવશે
કલાવૃંદો રાસ-ગરબા, હુડો, કથ્થક દ્વારા શ્રોતાઓને ડોલાવશે

રાજકોટ, તા., ૧૦: ગુજરાત જ્યારે વૈશ્વિક સ્તરે વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યું છે, ત્યારે ગુજરાતીઓ પોતાના સાંસ્કળતિક મૂળ અને વિરાસતને પણ એટલા જ ગૌરવ સાથે જીવંત રાખી રહ્યાં છે. રાજકોટ શહેરમાં આગામી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ આર્થિક વિકાસ અને ભારતીય સંસ્કળતિના સંગમ સમાન બની રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ વાઇબ્રન્ટ કોન્ફરન્સનો શુભારંભ કરાશે.
આ ઉદઘાટન સમારોહને યાદગાર બનાવવા માટે પ્રખ્યાત કલાકાર શ્રી ગીતાબેન રબારીના સૂરના તાલે પ્રેક્ષકોને મનોરંજનની સાથે ગુજરાતી અસ્મિતાની અનુભૂતિ કરાવશે. આ લોકગીતો અને ડાયરાની રમઝટ વાતાવરણમાં અનેરો ઉત્સાહ ભરી દેશે. કલા અને સંગીતના માધ્યમથી વિકાસના ઉત્સવને વધાવવાની રીત આપણી શ્નઅતિથિ દેવો ભવઃઙ્ખની ભાવનાને પ્રબળ બનાવે છે.
આ ઉપરાંત, વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ગુજરાતના વિવિધ ૧૨ જિલ્લાઓમાંથી આવેલા ૧૦ કલાવળંદો મુખ્ય માર્ગ પર ઢોલ-શરણાઈના નાદ સાથે પ્રધાનમંત્રી નું સ્વાગત કરશે. આ કલાકારો તા. ૧૧થી ૧૫ જાન્યુઆરી દરમિયાન એક્ઝિબિશનમાં રાસ-ગરબા, હુડો, કથ્થક જેવી કળતિઓ રજૂ કરીને લોકસંસ્કળતિનો પરિચય કરાવશે. રસ્તાઓ પર ગુંજતા ઢોલના નાદ અને શરણાઈના સૂર શહેરને ઉત્સવના રંગે રંગી દેશે.
આ સાથે કચ્છનાં વિખ્યાત લાખા મારવાડા ગ્રુપ તથા રાજકોટની ડો-એક્ટિવ મ્યુઝિક એકેડમી વાદ્ય સંગીત પ્રસ્તુત કરશે. પરંપરાગત અને આધુનિક સંગીત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે. આમ, આ રિજનલ કોન્ફરન્સ માત્ર ઉદ્યોગ અને રોકાણ માટે જ નહીં, પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કળતિ, કલા અને સંગીતનું અનેરું મંચ બની રહેશે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
