હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાનના સૈન્ય માળખામાં ખળભળાટ: સીડીએસ અનિલ ચૌહાણે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને પાડોશી દેશની લાચારીનો કર્યો પર્દાફાશ
પાકિસ્તાનના સૈન્ય માળખામાં ખળભળાટ: સીડીએસ અનિલ ચૌહાણે ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા અને પાડોશી દેશની લાચારીનો કર્યો પર્દાફાશ

પુણે પબ્લિક પોલિસી ફેસ્ટિવલમાં જનરલ ચૌહાણનો સનસનીખેજ દાવો : ભારતના ગુપ્ત ઓપરેશને પાકિસ્તાનને બંધારણ બદલવા મજબૂર કર્યું : સંયુક્ત થિયેટર કમાન્ડના ગઠન સાથે ભારતીય સેના ૩૦ મે ૨૦૨૬ પહેલા ‘વોર રેડી’ થવા સજ્જ
પુણે: મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં આયોજિત 'પુણે પબ્લિક પોલિસી ફેસ્ટિવલ'માં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે પાકિસ્તાનના સૈન્ય રહસ્યો પરથી પડદો ઉંચક્યો છે. જનરલ ચૌહાણે ખુલાસો કર્યો હતો કે ભારતના ગુપ્ત 'ઓપરેશન સિંદૂર'ને કારણે પાકિસ્તાનની ઉંઘ હરામ થઈ ગઈ હતી અને તે એટલી હદે લાચાર બની ગયું હતું કે તેણે ઉતાવળમાં બંધારણીય સુધારા કરવા પડ્યા હતા. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ફેરફારો એ વાતનો જીવંત પુરાવો છે કે ઓપરેશન દરમિયાન પાડોશી દેશની સૈન્ય વ્યૂહરચનાઓ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી અને તેમને પોતાની રક્ષણાત્મક પ્રણાલીમાં અનેક નબળાઈઓ જોવા મળી હતી.
સીડીએસ ચૌહાણે પાકિસ્તાનના નવા સૈન્ય માળખાની ટીકા કરતા જણાવ્યું કે, ત્યાં ‘જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી’ ના ચેરમેનનું પદ નાબૂદ કરી ‘ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ’ (CDF) નું નવું પદ ઊભું કરવામાં આવ્યું છે. જોકે, આ પદ પર માત્ર આર્મી ચીફ જ બિરાજમાન થઈ શકે તેવી શરત રાખીને પાકિસ્તાને સાબિત કર્યું છે કે ત્યાં હજુ પણ વાયુસેના અને નૌકાસેના કરતા આર્મીનું જ વર્ચસ્વ છે. જનરલ ચૌહાણના મતે આ નિર્ણય સૈન્ય સંયુક્તતાના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે અને તે પાકિસ્તાની સેનામાં રહેલા આંતરિક અસંતોષને ઉજાગર કરે છે. ભારત માટે આ ફેરફારો ખૂબ મહત્વના છે કારણ કે તે શત્રુ દેશની માનસિકતા અને લાચારી દર્શાવે છે.
બીજી તરફ, ભારતીય સેનામાં ચાલી રહેલા મોટા ફેરફારો અંગે માહિતી આપતા જનરલ ચૌહાણે કહ્યું કે, પ્રસ્તાવિત 'સંયુક્ત થિયેટર કમાન્ડ્સ' (Integrated Theatre Commands) નું કામ તેના અંતિમ તબક્કામાં છે. જોકે કેન્દ્ર સરકારે આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ૩૦ મે, ૨૦૨૬ સુધીનો સમય આપ્યો છે, પરંતુ સેના તેના નિર્ધારિત સમય કરતાં વહેલું માળખું તૈયાર કરવા માટે દિવસ-રાત કામ કરી રહી છે. આ નવું માળખું ભારતીય ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળને એક જ કમાન્ડ હેઠળ લાવીને યુદ્ધના મેદાનમાં અજેય બનાવશે. જનરલ ચૌહાણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતનું આ નવું સૈન્ય મોડેલ ભવિષ્યના યુદ્ધોમાં પાકિસ્તાન અને ચીન જેવા પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ સક્ષમ હશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
