<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

અમેરિકાના દબાણને વશ થઈ ભારતની ખાનગી કંપનીએ રશિયન તેલની આયાત ઘટાડી: વૈશ્વિક રાજકારણમાં ભારતીય કંપનીઓ નિશાન પર

અમેરિકાએ ભારતીય કંપનીઓને સીધો સંપર્ક કરીને દબાણ કર્યું હતું કે જો તેઓ રશિયન તેલની ખરીદી નહીં ઘટાડે તો અમેરિકન કોર્ટમાં તેમની સામે ફોજદારી (ક્રિમિનલ) કેસ દાખલ કરવામાં આવશે ? તેવી ડિજિટલ મીડિયા પર ભારે ચર્ચા

નવી દિલ્હી: વર્તમાન સમયમાં સોશિયલ ડિજિટલ મીડિયા અને વિવિધ અહેવાલોમાં ચર્ચાતી વિગતો મુજબ, ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં મોટો ઘટાડો કર્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકા દ્વારા આપવામાં આવેલી સીધી ચેતવણી હોવાનું મનાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમેરિકાએ ભારતીય કંપનીઓને સીધો સંપર્ક કરીને દબાણ કર્યું હતું કે જો તેઓ રશિયન તેલની ખરીદી નહીં ઘટાડે તો અમેરિકન કોર્ટમાં તેમની સામે ફોજદારી (ક્રિમિનલ) કેસ દાખલ કરવામાં આવશે.

 

આ ઘટનાક્રમમાં મહત્વની બાબત એ છે કે રિલાયન્સ એ એક ખાનગી કંપની છે, સરકારી સાહસ નથી. તેથી રશિયન તેલની આયાત ઘટાડવાનો નિર્ણય કંપનીનો પોતાનો છે, ભારત સરકારનો નહીં. નિષ્ણાતો આને એક બુદ્ધિશાળી રણનીતિ ગણાવી રહ્યા છે. 

 

જ્યારે ભારત સરકાર અમેરિકાના દબાણ સામે ઝૂકી નહીં, ત્યારે અમેરિકાએ ભારતના મોટા ઉદ્યોગપતિઓને સીધું નિશાન બનાવવાનું શરૂ કર્યું. આ પાછળનો આશય વિશ્વને એવું બતાવવાનો હોઈ શકે છે કે ટ્રમ્પના કહેવાથી ભારતે રશિયન તેલની આયાત ઘટાડી છે. જોકે, રિલાયન્સ તેલ ગમે ત્યાંથી ખરીદી શકે છે, પરંતુ ભારતમાં તેણે સરકાર દ્વારા નિર્ધારિત ભાવે જ વેચાણ કરવું પડે છે. આ સમગ્ર ઘટનાને રાજદ્વારી અને વ્યાપારી મુત્સદ્દીગીરીના ભાગરૂપે જોવામાં આવી રહી છે. 

(10:00 AM IST)