News of Sunday, 11th January 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા અને વૈશ્વિક સીમાડાઓ બદલવાની તૈયારી: ઈરાન, પીઓકે અને તાઈવાન અંગે મોટા ફેરફારોના સંકેત
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પના સંદેશાઓ અને લશ્કરી હિલચાલના અહેવાલો સૂચવે છે કે ઈરાનમાં ટૂંક સમયમાં મોટું સત્તા પરિવર્તન આવી રહ્યું છે : અમેરિકાએ મધ્ય પૂર્વમાં લશ્કરી તાકાત વધારવાનું શરૂ કરી દીધું: સી-૧૭ અને સી-૫ જેવા મહાકાય વિમાનો દ્વારા સૈન્ય અને સરંજામ ખડકવામાં આવી રહ્યો છે: ૮૨ મી એરબોર્ન ડિવિઝનના આશરે ૩૦૦૦ સૈનિકોને સાવચેતીના ભાગરૂપે તૈનાત કરવામાં આવી રહ્યા છે: જે ઈરાન સામેની મોટી કાર્યવાહીનો નિર્દેશ આપે છે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી ભૌગોલિક રાજકીય ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ડોનાલ્ડ ટ્રમ્પના સંદેશાઓ અને લશ્કરી હિલચાલના અહેવાલો સૂચવે છે કે ઈરાનમાં ટૂંક સમયમાં મોટું સત્તા પરિવર્તન આવી રહ્યું છે.
અહેવાલો મુજબ, તો અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી તાકાત વધારવાનું શરૂ કરી દીધું છે. સી-૧૭ અને સી-૫ જેવા મહાકાય વિમાનો દ્વારા સૈન્ય અને સરંજામ ખડકવામાં આવી રહ્યો છે.
૮૨મી એરબોર્ન ડિવિઝનના આશરે ૩૦૦૦ સૈનિકોને સાવચેતીના ભાગરૂપે તૈનાત કરવામાં આવી રહ્યા છે, જે ઈરાન સામેની મોટી કાર્યવાહીનો નિર્દેશ આપે છે.
ટ્રમ્પના એક વાયરલ સંદેશમાં ૧૯૭૯ થી ૨૦૨૬ સુધીના હાલના શાસનનો અંત અને ઈરાનની આઝાદીની વાત કરવામાં આવી છે જેને ખૂબ જ સૂચક માનવામાં આવી રહેલ છે.
બીજી તરફ, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ વિશ્વના નકશામાં મોટા ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિજિટલ મીડિયા પર ચર્ચાતા એક દાવા મુજબ, રશિયા અને ચીન વચ્ચે ૨૦૨૩ ની કઝાન સમિટમાં એક સમજૂતી થઈ હતી, જે મુજબ યુક્રેન રશિયા પાસે જશે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ભારતને પરત મળશે, અને તાઈવાન ચીનના નિયંત્રણમાં જશે, જ્યારે ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલ સમર્થિત શાસન આવશે.
આ અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકા તાઈવાનને બચાવવા માટે નહીં આવે પરંતુ માત્ર નામપૂરતી લશ્કરી સહાય મોકલશે.
આ ઉપરાંત, યુરોપમાં પણ ધાર્મિક તણાવ વધવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે વિદેશમાં વસતા ભારતીયોને સાવચેત રહેવા અથવા ભારત પરત ફરવા માટે સોશિયલ મીડિયા પર ચેતવણીઓ આપવામાં આવી રહી છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
