News of Sunday, 11th January 2026
ઈરાનમાં મોટા શાસન પરિવર્તનના એંધાણ: ટ્રમ્પે કરી ભવિષ્યવાણી - 'ઈરાનનું પતન નિશ્ચિત, ૧૯૭૯નું શાસન ૨૦૨૬માં થશે ખતમ': ઈરાન હવે આઝાદી ઈચ્છે છે અને અમેરિકા તેની મદદ માટે તૈયાર
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વાયરલ થયેલા નિવેદનમાં ડોનાલ્ડ જે. ટ્રમ્પે ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે ચોંકાવનારો દાવો કર્યો

ન્યૂયોર્ક: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે ઈરાન હવે આઝાદી ઈચ્છે છે અને અમેરિકા તેની મદદ માટે તૈયાર છે. તેમણે વર્ષ ૧૯૭૯થી ચાલ્યા આવતા શાસનના અંતની વાત કરી છે.
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક મોટી હલચલ મચાવતા સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વાયરલ થયેલા નિવેદનમાં ડોનાલ્ડ જે. ટ્રમ્પે ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે લખ્યું છે કે ઈરાન હવે આઝાદી તરફ મીટ માંડીને બેઠું છે અને આઝાદી મેળવવાની આવી તક પહેલા ક્યારેય જોવા મળી નથી. અમેરિકા ઈરાનની પ્રજાની મદદ કરવા માટે અને ત્યાં લોકશાહી સ્થાપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ટ્રમ્પે તેમના સંદેશામાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ઈરાનમાં જલ્દી જ સત્તા પરિવર્તન અથવા 'રેજીમ ચેન્જ' જોવા મળશે. તેમણે પોતાની પોસ્ટમાં '૧૯૭૯-૨૦૨૬' લખીને સંકેત આપ્યો છે કે ૧૯૭૯માં ઈરાનમાં જે ઈસ્લામિક ક્રાંતિ દ્વારા શાસન શરૂ થયું હતું, તેનો ૨૦૨૬માં અંત આવી જશે. તેમણે દાવો કર્યો છે કે ઈરાનનું પતન ટૂંક સમયમાં જ થશે. આ નિવેદન બાદ વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
