News of Sunday, 11th January 2026
શું અમેરિકાએ વેનેઝુએલામાં રહસ્યમય 'સોનિક' કે 'બાયોલોજીકલ' હથિયારનો ઉપયોગ કર્યો હતો?
વેનેઝુએલાના એક સૈનિકે દાવો કર્યો હતો કે અમેરિકન સૈનિકોએ જે ટેક્નોલોજી કે હથિયાર વાપર્યું હતું તેના કારણે રક્ષકોને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને નાકમાંથી તેમજ મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી

વેનેઝુએલામાં અમેરિકાના લશ્કરી ઓપરેશન દરમિયાન એક અત્યાધુનિક અને રહસ્યમય હથિયારના ઉપયોગ અંગે ચોંકાવનારા દાવાઓ સામે આવ્યા છે.
'ન્યૂયોર્ક પોસ્ટ'ના એક અહેવાલ મુજબ, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરવાના ઓપરેશન દરમિયાન ત્યાંના સૈનિકો પર એક એવા હથિયારનો ઉપયોગ થયો હતો જેનાથી તેમને તાત્કાલિક શારીરિક અસર થઈ હતી.
વેનેઝુએલાના એક સૈનિકે દાવો કર્યો હતો કે અમેરિકન સૈનિકોએ જે ટેક્નોલોજી કે હથિયાર વાપર્યું હતું તેના કારણે રક્ષકોને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને નાકમાંથી તેમજ મોઢામાંથી લોહીની ઉલટીઓ થવા લાગી હતી. આ ઘટના બાદ સૈનિકો જમીન પર ઢળી પડ્યા હતા.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે આ અહેવાલ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જોકે અમેરિકન અધિકારીઓએ સત્તાવાર રીતે આવા કોઈ 'સોનિક' કે 'બાયોલોજીકલ' હથિયારના ઉપયોગની પુષ્ટિ કરી નથી.
(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
