<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

કેરળમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની મહત્વપૂર્ણ મુલાકાત: સ્થાનિક ચૂંટણી જીતનાર ભાજપના ઉમેદવારોને સંબોધશે

આ મુલાકાતને કેરળમાં ભાજપના પાયા મજબૂત કરવાના અને આગામી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ તરીકે જોવામાં આવી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કેરળની મુલાકાતે છે. કેરળમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ સારો દેખાવ કર્યો છે, ખાસ કરીને તિરુવનંતપુરમ અને કોઝિકોડ જેવા વિસ્તારોમાં પક્ષનો વ્યાપ વધ્યો છે. અમિતભાઈ  વિજેતા થયેલા આ તમામ ઉમેદવારોને સંબોધિત કરશે અને આગામી વિધાનસભા ચૂંટણી માટેનું માર્ગદર્શન આપશે.

 

પોતાની મુલાકાત દરમિયાન અમિતભાઈ તિરુવનંતપુરમમાં આવેલા પ્રખ્યાત પદ્મનાભ સ્વામી મંદિરના દર્શન પણ કરશે. આ મુલાકાતને કેરળમાં ભાજપના પાયા મજબૂત કરવાના અને આગામી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ તરીકે જોવામાં આવી રહી છે.

(12:52 PM IST)