News of Sunday, 11th January 2026
માટુંગામાં કમળ ખીલશે! કલ્પેશા કોઠારીના સમર્થનમાં કચ્છી-ગુજરાતી સમાજ એકજૂથ: "અમારો મત ફક્ત મોદીના નામ પર"
વૉર્ડ-નંબર 177 માં મહાયુતિના ઉમેદવારનો ઝંઝાવતી પ્રચાર: સાયન-કોલીવાડા અને હિન્દુ કૉલોનીમાં જનસમર્થનનું ઘોડાપૂર, જેસલ કોઠારીના પત્ની કલ્પેશાબહેનને જિતાડવા વેપારી અગ્રણીઓ અને સ્થાનિકોએ લીધો અડગ નિર્ણય

મુંબઈ:મુંબઈ મહાનગરપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણીના જંગમાં માટુંગા અને સાયન-કોલીવાડા વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. વૉર્ડ-નંબર 177 માં ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિના અધિકૃત ઉમેદવાર કલ્પેશા જેસલ કોઠારીને કચ્છી અને ગુજરાતી સમાજ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કલ્પેશાબહેનની પદયાત્રા દરમિયાન ઠેર-ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, તેમનો મત માત્ર અને માત્ર ભાજપના અધિકૃત ઉમેદવારને જ જશે. માટુંગાના આ ગઢમાં ભાજપની પકડ વધુ મજબૂત થતી જોવા મળી રહી છે.
આ વિસ્તારમાં કચ્છી સમાજનું મોટું વર્ચસ્વ છે અને તેમના અગ્રણી રાજેશ છેડાએ આ જનસમર્થન વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "માટુંગા વર્ષોથી ભાજપનો અજેય ગઢ રહ્યો છે. અહીંના મતદારોના હૃદયમાં નરેન્દ્ર મોદીની કાર્યશક્તિ અને તેમના સર્વાંગી વિકાસના મંત્ર પ્રત્યે અતૂટ વિશ્વાસ છે." મોદી સરકારની નીતિઓ અને વિકાસકાર્યોને કારણે ગુજરાતી-કચ્છી સમાજ ભાજપ સિવાય અન્ય કોઈ વિકલ્પનો વિચાર કરવા પણ તૈયાર નથી. રેલી દરમિયાન ઉમટી પડેલી ભીડ સાબિત કરી રહી છે કે કલ્પેશાબહેન માટે જીતનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.
ઉમેદવાર કલ્પેશા કોઠારીના પતિ જેસલ કોઠારી વર્ષ 2009થી આ વિસ્તારમાં ગ્રાઉન્ડ લેવલના કાર્યકર તરીકે સક્રિય રહ્યા છે. માટુંગા, વડાલા અને સાયનના વિસ્તારોમાં નાગરિક સુવિધાઓ વધારવા માટે તેમણે હંમેશા પ્રાથમિકતા આપી છે. લોકોનું માનવું છે કે જેસલભાઈએ એક સામાન્ય કાર્યકર બનીને જે રીતે લોકોના પ્રશ્નો ઉકેલ્યા છે, તે જોતા તેમના પત્ની કલ્પેશાબહેન પણ આ જ વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જશે. પક્ષની વિચારધારા અને વ્યક્તિગત સંપર્કના કારણે કોઠારી પરિવાર પ્રત્યે લોકોમાં ભારે સહાનુભૂતિ અને આદર જોવા મળી રહ્યો છે.
15 જાન્યુઆરીની ચૂંટણીમાં માટુંગા-વડાલાના રહેવાસીઓ નાગરિક સુવિધાઓ અને ભવિષ્યના વિકાસ માટે કલ્પેશાબહેનને મત આપવા મક્કમ છે. માત્ર ગુજરાતી કે કચ્છી સમાજ જ નહીં, પરંતુ અન્ય સમાજોના લોકોએ પણ આ ચૂંટણીમાં કલ્પેશા જેસલ કોઠારીને ભારે બહુમતીથી જિતાડવા માટે પોતાનું સમર્થન જાહેર કર્યું છે. કલ્પેશાબહેને પોતાની રેલી દરમિયાન ખાતરી આપી હતી કે તેઓ ચૂંટાયા બાદ સ્થાનિકોની સમસ્યાઓને વાચા આપશે અને વૉર્ડ-177 ને મુંબઈનો આદર્શ વૉર્ડ બનાવશે.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
