<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

બ્રિટનના વિઝા નિયમોમાં પણ મોટો ફેરફાર: હવે અમેરિકન પાસપોર્ટ ધારકો માટે પણ 'ઈટીએ' ('ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન') ફરજિયાત, આ માટે સોળ પાઉન્ડની ફી નક્કી કરવામાં આવી: ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો માટે નિયમો વધુ કડક બન્યા: ન્યુઝ ફર્સ્ટ

ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત લોકપ્રિય 'ગ્રેજ્યુએટ રૂટ વિઝા' એટલે કે અભ્યાસ પછી નોકરી માટે રોકાવાનો સમયગાળો બે વર્ષથી ઘટાડીને અઢાર મહિના કરી દેવામાં આવ્યો: આઈટી અને હેલ્થકેર ક્ષેત્રના ભારતીય વ્યાવસાયિકોને સીધી અસર પડશે

બ્રિટન સરકાર દ્વારા પોતાની ઇમિગ્રેશન સિસ્ટમ્સને ડિજિટલ બનાવવાના ભાગરૂપે વિઝા નિયમોમાં મહત્વના ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. 

 

નવા નિયમ મુજબ, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ થી અમેરિકા, કેનેડા અને ફ્રાન્સ જેવા ૮૫ દેશોના પાસપોર્ટ ધારકોએ પણ બ્રિટન આવવા અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ થવા માટે 'ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન' એટલે કે 'ઈટીએ' મેળવવું ફરજિયાત રહેશે. આ માટે સોળ પાઉન્ડની ફી નક્કી કરવામાં આવી છે અને આ મંજૂરી વિના એરલાઈન્સ મુસાફરોને વિમાનમાં બેસવા દેશે નહીં.

 

ભારત માટે પણ બ્રિટિશ સરકાર નવા કડક નિયમો અમલી બનાવી રહી છે. જાન્યુઆરી ૨૦૨૬ થી ભારતીય કુશળ કામદારો માટે અંગ્રેજી ભાષાની પ્રાવીણ્યતાના માપદંડો વધારીને 'બી-૨' સ્તરના કરવામાં આવ્યા છે. 

 

આ ઉપરાંત, ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત લોકપ્રિય એવા 'ગ્રેજ્યુએટ રૂટ વિઝા' એટલે કે અભ્યાસ પછી નોકરી માટે રોકાવાનો સમયગાળો બે વર્ષથી ઘટાડીને અઢાર મહિના કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારોથી આઈટી અને હેલ્થકેર ક્ષેત્રના ભારતીય વ્યાવસાયિકોને સીધી અસર પડશે. 

 

યુકે હોમ ઓફિસે પુષ્ટિ કરી છે કે આ નવા નિયમોનો હેતુ સરહદની સુરક્ષા વધારવાનો અને દેશમાં આવતા મુસાફરોનો સંપૂર્ણ ડેટા રાખવાનો છે.

(1:46 PM IST)