<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી: તાપમાન માઇનસ 4.4 ડિગ્રી નોંધાયું

સતત 11મા દિવસે તાપમાનનો પારો ગગડીને શૂન્યની નીચે પહોંચ્યો : ચાંદમારી અને સાલગામ જેવા વિસ્તારોમાં કુદરતનો અદભૂત નજારો

માઉન્ટ આબુમાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ અહીં ઠંડીનો પ્રકોપ એટલો વધ્યો છે કે સતત 11મા દિવસે તાપમાનનો પારો ગગડીને શૂન્યની નીચે પહોંચ્યો હતો..આજે માઉન્ટ આબુનું તાપમાન શૂન્યથી 4.4 ડિગ્રી નીચે એટલે કે માઈનસ 4.4 નોંધાયું છે. શનિવારની સરખામણીએ આજે તાપમાનમાં વધુ 1.4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય બજારમાં પણ તાપમાન માઈનસ 3.3 ડિગ્રીની આસપાસ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું.માઉન્ટ આબુના ચાંદમારી અને સાલગામ જેવા વિસ્તારોમાં કુદરતનો અદભૂત નજારો જોવા મળ્યો હતો.મેદાનો અને વાહનો પર સવારમાં બરફ જામેલો જોવા મળ્યો હતો..બરફનો નજારો અને શીતલહેરના કારણે આબુમાં પ્રવાસીઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

(5:13 PM IST)