ઉતરાયણ પર્વે ગૃહમંત્રી આવશે ગુજરાત : અમદાવાદ-ગાંધીનગરમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને કાર્યકરો સાથે પતંગની મજા માણશે
મકરસંક્રાંતિ પર્વે નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ 13થી 15 જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસ ગુજરાત આવશે.

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈશાહ ફરી આવશે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ મકરસંક્રાંતિ પર્વે ત્રણ દિવસ ગુજરાત આવશે. 13મીએ અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરશે.
મળતી માહિતી મુજબ,કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી મકરસંક્રાંતિના પર્વે ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 13થી 15 જાન્યુઆરી દરમિયાન અમિતભાઈ શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉત્તરાયણના દિવસે તેઓ જગન્નાથ મંદિરે દર્શન અને ગૌ પૂજન કરી દર વર્ષની જેમ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. 15મી જાન્યુઆરીએ તેઓ આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલી વિમોચન સમારોહમાં ખાસ હાજરી આપશે.
મકરસંક્રાંતિ પર્વે નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ત્રણ દિવસ ગુજરાત આવશે. 13મીએ અમદાવાદ-ગાંધીનગરમાં વિવિધ વિકાસકાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રીઅમિતભાઈ શાહ લોકાર્પણ કરશે. આ સાથે ઉત્તરાયણ પર જગન્નાથ મંદિરે ભગવાનના દર્શન અને ગૌપૂજન પણ કરશે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કાર્યકરો સાથે પતંગોત્સવ ઉજવશે. 15મીએ આદિ શંકરાચાર્ય ગ્રંથાવલી વિમોચન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અનેકવિધ જનહિતના કાર્યોને વેગ આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
