હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક: ભારતના એનએસએ અજીત ડોભાલ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજરી આપશે
નરેન્દ્રભાઈ ભારતીય પ્રતિનિધિમંડળનો ભાગ હશે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને વિશ્વભરમાંથી ૬૦૦થી વધુ કંપનીઓના સીઈઓ આ વાર્ષિક બેઠકમાં જોડાશે

સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનારી પ્રતિષ્ઠિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈ એફ)ની વાર્ષિક શિખર પરિષદમાં ભારત સરકાર ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ મોકલશે. ૧૯ જાન્યુઆરીથી શરૂ થતી આ બેઠકમાં ભારતના કેન્દ્રીય મંત્રીઓ, એનએસએ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે, જ્યારે અમેરિકા અને પાકિસ્તાનના વડાઓ પણ ઉપસ્થિત રહેશે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે ૧૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાવા જઈ રહી છે. ભારત સરકારે આ વૈશ્વિક મંચ પર દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ અને વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓની પસંદગી કરી છે.
ભારતીય પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય મંત્રીઓ અશ્વિની વૈષ્ણવ, શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ જોશી અને કે. રામ મોહન નાયડુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેરળ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, આસામ, તેલંગાણા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ પણ આ ગ્લોબલ સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
જોકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પ્રતિનિધિમંડળનો ભાગ હશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ બેઠક મહત્વની બની રહેશે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના મુખ્ય અધિકારીઓ સાથે ફોરમમાં હાજરી આપશે.
આ ઉપરાંત પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જાવિયર મિલેઈએ પણ તેમની સહભાગિતાની પુષ્ટિ કરી છે. વિશ્વભરમાંથી ૬૦૦થી વધુ સીઈઓ (મુખ્ય કાર્યકારી અધિકારીઓ) પણ આ વાર્ષિક બેઠકમાં જોડાશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
