<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

ઈસરો દ્વારા આવતીકાલે સોમવારે એક સાથે ૧૬ ઉપગ્રહોનું લોન્ચિંગ: પીએસએલવી મિશનમાં મહત્વનો સ્ટ્રેટેજિક સેટેલાઇટ પણ સામેલ

શ્રીહરિકોટાથી તેના પીએસએલવી રોકેટ દ્વારા એક સાથે ૧૬ ઉપગ્રહો લોન્ચ કરીને નવો ઈતિહાસ રચવા સજ્જ

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) આવતીકાલે શ્રીહરિકોટાથી તેના પીએસએલવી રોકેટ દ્વારા એક સાથે ૧૬ ઉપગ્રહો લોન્ચ કરીને નવો ઈતિહાસ રચવા સજ્જ છે.

ઈસરો તેના સૌથી વિશ્વસનીય રોકેટ પીએસએલવી દ્વારા આવતીકાલે શ્રીહરિકોટાના સ્પેસપોર્ટ પરથી એક મહત્વપૂર્ણ મિશન હાથ ધરશે. આ મિશનમાં કુલ ૧૬ ઉપગ્રહો અવકાશમાં મોકલવામાં આવશે. 
આ પેલોડમાં એક અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટેજિક (વ્યૂહાત્મક) ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે, જે દેશની સુરક્ષા માટે અગત્યનો સાબિત થશે. આ ઉપરાંત, તેમાં ભારતીય અને વિદેશી ગ્રાહકોના ઉપગ્રહો પણ સામેલ છે. ઈસરોના જણાવ્યા મુજબ, આ પીએસએલવીના સૌથી લાંબા મિશનમાંનું એક હશે, જે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતની ક્ષમતા ફરી સાબિત કરશે.



 

(12:13 AM IST)