News of Monday, 12th January 2026
એનએસઈના આઈપીઓ માટે સેબીની મંજૂરી આ મહિનામાં મળવાની પ્રબળ શક્યતા: તુહિન કાંત પાંડે
એનએસઈનો આઈપીઓ ભારતીય મૂડીબજારના ઇતિહાસમાં સૌથી મોટા લિસ્ટિંગ પૈકીનો એક બની શકે

રોકાણકારો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના આઈપીઓ અંગે સેબીના ઉચ્ચ અધિકારીએ મહત્વના સંકેત આપ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (દીપમ)ના સેક્રેટરી અને સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું છે કે એનએસઈના આઈપીઓ માટે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (એનઓસી) આપવાની પ્રક્રિયા ખૂબ જ અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું કે, "અમે મંજૂરી આપવાની ખૂબ જ નજીક છીએ અને આ પ્રક્રિયા ચાલુ મહિનામાં જ પૂર્ણ થઈ શકે છે."
આ નિવેદન બાદ શેરબજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે એનએસઈનો આઈપીઓ ભારતીય મૂડીબજારના ઇતિહાસમાં સૌથી મોટા લિસ્ટિંગ પૈકીનો એક બની શકે છે
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
