<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

કેરળમાં કમળ ખીલવવું અને ભાજપના મુખ્યમંત્રી બનાવવા એ જ અમારું અંતિમ લક્ષ્ય: અમિતભાઈ શાહનો હુંકાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેરળમાં એક જનસભાને સંબોધતા રાજ્યની ડાબેરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં કેરળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

પોતાના સંબોધનમાં અમિતભાઈએ જણાવ્યું હતું કે, કેરળમાં સરકાર બનાવવી અને ભાજપના મુખ્યમંત્રીને સત્તા પર લાવવા એ અમારું અંતિમ લક્ષ્ય છે. 

 

તેમણે સબરીમાલા મંદિરના મુદ્દાને ટાંકીને રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, "જે સરકાર સબરીમાલામાં સોનું નથી બચાવી શકતી, તે ધર્મને શું બચાવશે?" 

 

આ ઉપરાંત, તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના સ્વપ્નનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, વિકસિત ભારતનો રસ્તો વિકસિત કેરળમાંથી પસાર થાય છે. હું અહીં કેરળના લોકોને આ સંદેશ આપવા અને કાર્યકર્તાઓમાં જોશ ભરવા આવ્યો છું.

(9:38 AM IST)