તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 12th January 2026
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો: મહાયુતિનું ઘોષણાપત્ર જાહેર: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર પ્રહાર
ઝૂંપડપટ્ટી મુક્ત મુંબઈ'’ના વાયદા સાથે ઘોષણાપત્ર જાહેર: વગર વ્યાજે લોન, બેસ્ટ બસોમાં મહિલાઓને ભાડામાં ૫૦ ટકાની છૂટ અને શહેરને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્ત કરવા જેવા મહત્વના વાયદાઓ અપાયા

મહારાષ્ટ્રના રાજકારણમાં મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીને લઈને ગરમાવો આવી ગયો છે. એક તરફ શિવસેના (યુબીટી)ના વડા શ્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે, તો બીજી તરફ મહાયુતિ ગઠબંધને ચૂંટણી માટે પોતાનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "જો બાળાસાહેબ ઠાકરેએ તમને ખવડાવ્યું ન હોત, તો ભાજપ કુપોષણથી મરી ગઈ હોત. તમે અમારું એઠું ખાઈને મોટા થયા છો."
બીજી બાજુ, ૧૫ જાન્યુઆરીએ યોજાનારી બીએમસીની ચૂંટણી માટે મહાયુતિ ગઠબંધને 'ઝૂંપડપટ્ટી મુક્ત મુંબઈ'ના વાયદા સાથે ઘોષણાપત્ર જાહેર કર્યું છે. જેમાં વગર વ્યાજે લોન, બેસ્ટ બસોમાં મહિલાઓને ભાડામાં ૫૦ ટકાની છૂટ અને શહેરને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી મુક્ત કરવા જેવા મહત્વના વાયદાઓ કરવામાં આવ્યા છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
