News of Monday, 12th January 2026
હવે સીમ કાર્ડ બદલવા પર જૂના નંબરનું વોટ્સએપ બંધ થઈ જશે: દૂરસંચાર વિભાગનો નવો નિયમ

ડિજિટલ સુરક્ષા અને સાયબર ફ્રોડને રોકવા માટે ભારતના દૂરસંચાર વિભાગે મોબાઈલ કંપનીઓ માટે નવા અને કડક નિયમો જારી કર્યા છે, જેની સીધી અસર વોટ્સએપ યુઝર્સ પર પડશે.
નવા નિયમો અનુસાર, હવે જો કોઈ ગ્રાહક પોતાનું સીમ કાર્ડ બદલે છે અથવા નવો ફોન લે છે, તો જૂના નંબર પર ચાલતું વોટ્સએપ ઓટોમેટિકલી ચાલુ નહીં રહે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓને આ પ્રક્રિયાને બંધ કરવા અને કડક વેરિફિકેશન કરવા જણાવ્યું છે.
આનો અર્થ એ છે કે, નવા ફોનમાં જૂના નંબરનું વોટ્સએપ વાપરવા માટે હવે નવેસરથી પ્રક્રિયા કરવી પડી શકે છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સીમ કાર્ડ સ્વેપિંગ દ્વારા થતા નાણાકીય ફ્રોડ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
