ડિફોલ્ટર, એનપીએની માહિતી આપવા બીઓબી, એસબીઆઈનો ઈનકાર
આરટીઆઈ હેઠળ કેટલીક માહિતી આપવા સામે બેન્કોનો વિરોધ : બેન્કોએ આ માહિતી આપવા સામે સીઆઈસીમાં અપીલ કરીઃ અંતિમ નિર્ણય સુધી માહિતી આપવા પર સ્ટે

નવી દિલ્હી, તા. ૧૨: બેંક ઓફ બરોડા, આરબીએલ બેંક, યસ બેંક અને ભારતીય સ્ટેટ બેંકે સેન્ટ્રલ ઈન્ફરમેશન કમિશન (સીઆઈસી)નો સંપર્ક કરી ડિફોલ્ટરો અને એનપીએની યાદી, દંડ અને ઈન્સ્પેકશન રિપોર્ટ જેવી માહિતીને જાહેર કરવા સામે વિરોધ નોંધાવ્યો છે.
બીજી તરફ આરબીઆઇએ જણાવ્યું છે કે આરટીઆઇ એક્ટ હેઠળ આ રેકોર્ડ જાહેર કરી શકાય છે. આરટીઆઈ અરજકર્તાઓ ધીરજ મિશ્રા, વથિરાજ, ગિરીશ મિત્તલ અને રાધા રામન તિવારીએ આરબીઆઇમાં અલગ અલગ અરજી કરી આ અંગેની માહિતી માંગી હતી. તેમણે યસ બેંકના ટોચની ૧૦૦ એનપીએ અને ઈરાદાપૂર્વક દેવું ન ચુકવનારાઓ, એસબીઆઈ અને આરબીએલનો ઇન્સ્પેકશન રિપોર્ટ અને બેંક ઓફ બરોડા પર કાયદાકીય ઇન્સ્પેકશન પછી લાગેલા ૪.૩૪ કરોડ રૂપિયાનાં દંડ સંબધિત દસ્તાવેજો અને અન્ય માહિતી માંગી હતી. આ બેંકોએ સીઆઇસી સમક્ષ અપીલ કરી છે કારણકે બેકિગ નિયામક આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે આરટીઆઈ કાર્યકરો દ્વારા માંગવામાં આવેલી આ માહિતી આરટીઆઇ એક્ટ હેઠળ જાહેર કરવામાં આવી શકે છે. માહિતી કમિશનર ખુશવંત સિહ સેઠીએ બેંકો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર નિર્ણય લેવા માટે આ કેસને સીઆઇસીની લાર્જર બેન્ચ સમક્ષ મોકલ્યો છે. અંતિમ નિર્ણય સુધી માહિતી આપવા પર સ્ટે મૂકવામાં આવ્યો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
