<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

પઠાનકોટમાં ભિક્ષુકે દસ-દસ રૂપિયા બચાવીને ૫૦૦ ધાબળા વહેંચ્‍યા

માનવતાની મિસાલ અને ધાબળા વહેંચવાની સેવાને લોકોએ ખૂબ વખાણી

પઠાનકોટ,તા.૧૨: ઉત્તર ભારતમાં હાડ થિજાવી દે એવી ઠંડી પડી રહી છે ત્‍યારે પઠાનકોટના એક ભિક્ષુકે જરૂરિયાતમંદ લોકો માટે ધાબળાનું લંગર લગાવ્‍યું હતું. ખુદ ભીખ માગીને ગુજરાન ચલાવતા રાજુ નામના આ માણસે બચત કરીને ૫૦૦ ધાબળા ખરીદ્યા હતા અને ગરીબોમાં વહેંચ્‍યા હતા. રાજુની માનવતાની મિસાલ અને ધાબળા વહેંચવાની સેવાને લોકોએ ખૂબ વખાણી છે. ભીખ માગીને પોતાનું પેટ ભરે એવા તો ઘણા હશે, પરંતુ ભીખ માગીને ગુજરાન ચાલતું હોય ત્‍યારે પણ અન્‍ય જરૂરિયાતમંદોને ચીજો પહોંચાડવાનો વિચાર જેને આવે એ જ સાચી માનવતા છે. રાજુ દિવ્‍યાંગ છે અને એ વિસ્‍તારમાં રાજુ ભિખારી તરીકે જ બધા લોકો તેને ઓળખે છે. થોડા સમય પહેલાં જ તેણે ચાની દુકાન શરૂ કરી છે. લોકોએ આપેલી ભીખ અને ચાના સ્‍ટોલમાંથી બચાવેલી રકમને એકઠી કરીને તેણે ધાબળાનો સ્‍ટોલ તૈયાર કર્યો છે. આ સ્‍ટોલ પરથી ગરીબો મફતમાં ધાબળા લઈ જઈ શકે છે. 

(10:12 AM IST)