હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં વૃદ્ધ ડોક્ટર દંપત્તિને બે અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.૧૪ કરોડ ખંખેર્યા
ગઠિયાઓએ અશ્લીલ કોલ્સ મામલે તથા મની લોન્ડરિગમાં NRI યુગલને ધરપકડની ધમકી આપી હતી

નવી દિલ્હી,તા.૧૨: દિલ્હીના ગ્રેટર કૈલાશમાં એક તબીબ દંપત્તિને બે સપ્તાહ સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને રૂ. ૧૪ કરોડ ખંખેરવાના મામલે દેશભરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસના મતે ૨૪ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી વચ્ચેના ગાળામાં આ દંપત્તિને ડિજિટલ એરેસ્ટ રાખીને સાયબર ગઠિયાઓએ નાણાં પડાવ્યા હતા. છેતરપિંડી આચરનારાઓએ તપાસ એજન્સીના અધિકારીની ઓળખ આપી દંપત્તિને અનેક બેન્ક ખાતાઓમાં માતબર રકમ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. શનિવારે દિલ્હી પોલીસના સાયબરક્રાઈમ યુનિટમાં ઈ-એફઆઈઆર દાખલ કરાયા બાદ તપાસ હાથ ધરી હતી.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ દિલ્હી સ્થિત ડોક્ટર ઈન્દિરા તનેજાએ (૭૭) જણાવ્યું કે, ૨૪ ડિસેમ્બરે બપોરે સૌપ્રથમ કોલ આવ્યો હતો. કોલ કરનારે ટ્રાઈના અધિકારી તરીક ઓળખ આપી હતી અને તેમએ કેટલાક અશ્લીલ કોલ્સ કર્યા હોવાથી ફરિયાદ મળ્યાનો દાવો કરીને નંબર કાપી નાંખવાની ચીમકી આપી હતી. કોલ કરનાર મની લોન્ડરિગનો આરોપ પણ લગાવતા મહારાષ્ટ્રમાં એફઆઈઆર તથા ધરપકડ વોરન્ટ જાહેર થયું હોવાનું જણાવ્યું હતું.
સાયબર ગઠિયાએ વીડિયો કોલ કર્યો ત્યારે તેની પાછળના ભાગે કોલાબા પોલીસનું બેનર હોવાથી તેમને વાત સાચી લાગી હતી. ગઠિયાએ તેને કેનેરા બેન્કના ખાતામાંથી મોટાપાયે નાણાંની લેવડ દેવડ થઈ હોવાનો દાવો કર્યો હતો જે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું જણાવ્યું હતું. પોલીસે વધુમાં જણાવ્યું કે, તબીબ દંપત્તિ અમેરિકાથી પરત ફર્યા બાદ ૨૦૧૬થી ગ્રેટર કૈલાશ વિસ્તારમાં રહે છે. સાયબર ગઠિયાઓએ દંપત્તિને અનેક દિવસો સુધી ફોન અને વીડિયો કોલમાં નજરકેદ રાખ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. દંપત્તિ પાસેથી ગઠિયાઓએ અલગ અલગ આઠ જેટલા ખાતામાં નાણાં ટ્રાન્સ્ફર કરાવ્યા હતા.
દરેક વખતે બેન્કમાં અધિકારી સાથે કેવી રીતે વાત ચીત કરવી તેની પણ ફોન પણ તાલીમ અપાઈ હોવાનું ફરિયાદી ડોક્ટરે કહ્યું હતું. મહિલા તબીબે આ મામલે કોલ કરનાર શખ્સને જણાવ્યું હતું કે, પતિની હાલમાં જ એઈમ્સમાં સર્જરી થઈ હોવાથી તેઓ મુંબઈ આવી શકે તેવી સ્થિતિમાં નથી. ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા છે અને પતિ એન્ટિબાયોટિક્સ દવાઓ લઈ રહ્યા છે તેમજ વોકરની મદદથી ચાલી શકે છે. કોઈ સાથે નહીં હોવાથી તેઓ મુંબઈ આવી શકશે નહીં. ત્યારે ગઠિયાઓએ તેમને કહ્યું કે, આ કેસ બંધ થઈ ગયો છે અને હવે આરબીઆઈ નાણાં પરત કરશે. મહિલા તબીબ ચાલુ કોલ સાથે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે સમગ્ર બાબતનો પોલીસને ખ્યાલ આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
