<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

કોઈ પણ પક્ષને મુસ્લિમ નેતૃત્વ પસંદ નથી: મહારાષ્ટ્રના જાલનામાં ઓવૈસીનો આક્રોશ: કોંગ્રેસ, એનસીપી કે ભાજપ તમામ એકસરખા: અલ્પસંખ્યક સમાજના નેતા ઊભા થાય તે કોઈને મંજૂર નથી: અસદુદ્દીન ઓવૈસી

એઆઈએમઆઈએમ ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રના જાલનામાં એક જનસભાને સંબોધતા દેશના તમામ મુખ્ય રાજકીય પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સીધો આરોપ લગાવ્યો હતો કે ભારતના રાજકારણમાં કોઈપણ પક્ષ મુસ્લિમ નેતૃત્વને સ્વીકારવા તૈયાર નથી.

ઓવૈસીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, "ચાહે કોંગ્રેસ હોય, એનસીપી હોય, શિવસેના (ઉદ્ધવ જૂથ) હોય કે પછી ભારતીય જનતા પાર્ટી હોય, આમાંથી કોઈને પણ એ પસંદ નથી કે અલ્પસંખ્યક સમાજના મુસલમાનોનું નેતૃત્વ પેદા થાય." 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષો માત્ર મુસ્લિમોનો વોટબેંક તરીકે ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે નેતૃત્વ અને ભાગીદારીની વાત આવે છે ત્યારે તમામ પક્ષો એક થઈ જાય છે અને મુસ્લિમ નેતાઓને આગળ આવતા અટકાવે છે. 

મહારાષ્ટ્રના રાજકારણમાં ઓવૈસીના આ નિવેદનને કારણે ગરમાવો આવી ગયો છે અને આગામી ચૂંટણીઓમાં તેની અસર જોવા મળી શકે છે.

(10:59 AM IST)