News of Monday, 12th January 2026
સોમનાથ હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ભાવભીનું સ્વાગતઃ

(દીપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૧૨: દ્વાદશ જ્યોર્તિલિંગમાંના પ્રથમ જ્યોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સોમનાથ આવી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. હેલિપેડ ખાતે વડાપ્રધાનશ્રીના સ્વાગત-સત્કાર માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજા, માંડવી ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવે, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
