News of Monday, 12th January 2026
અમરેલી, ઘરે બધા મજામા ને?..

રાજકોટઃ ગઈકાલે મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાજપના અગ્રણીઓને ખૂબ જ લાગણીપૂર્વક મળ્યા હતા. શહર ભાજપ પ્રમુખ શ્રી માધવ દવે ને જોઈને નરેન્દ્રભાઈએ તરત કહ્યું હતું કે ‘‘અમરેલી ઘરે બધા મજામાં ને?... માધવભાઈ દવે મૂળ અમરેલીના છે. આ ઉપરાંત ઉપરોક્ત તસ્વીરોમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, ભાજપના પ્રદેશ ઉપ કોષાધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, શહેર ભાજપના દંડક અને વરિષ્ઠ ભાજપ અગ્રણી શ્રી મનિષભાઈ રાડિયા તથા જિલ્લા ભાજપ મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન વસાણીનું અભિવાદન ઝીલી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નજરે પડે છે
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
