હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હેલીપેડ પર જુનાગઢ ભાજપ અધ્યક્ષ રૂપારેલિયાને પ્રધાનમંત્રીનુ અભિવાદન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

જુનાગઢ, તા.૧૨: સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ગૌરવ, સ્વાભિમાન અને સાંસ્કળતિક ચેતનાનો ઉત્સવ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ' ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ દિવ્ય પર્વ અંતર્ગત સોમનાથ ખાતે એક વિશાળ અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની ગૌરવભરી ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહિમા આપ્યો. વડાપ્રધાન શ્રીનું સોમનાથ આગમન ઐતિહાસિક ક્ષણ બની રહ્યું, જ્યાં દેશભરના શ્રદ્ધાળુઓ અને કાર્યકરોમાં ઉત્સાહની લહેર દોડતી જોવા મળી.
મોદીજીના આગમન સમયે સોમનાથ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભ પ્રસંગે મહાનગર અધ્યક્ષ ગૌરવભાઇ રૂપારેલિયાને વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયું હતું. આ ક્ષણ સ્થાનિક કાર્યકરો માટે ગૌરવ અને ?ેરણાસ્રોત બની રહી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
