હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉર્જા ક્ષેત્રે સશકિતકરણ : ૩.ર લાખ કરોડના MOU
સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનના વ્યાપક-વિશાળ વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર : પિયુષ ગોયલ : રાજયના ઉર્જામંત્રીઓની વિશેષ ઉપસ્થિતિ : ઉર્જા વિભાગની વિવિધ યોજાનાના લાભાર્થીઓનું સન્માન

રાજકોટ, તા. ૧ર : વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં ઉર્જા ક્ષેત્રના સશક્તિકરણૅ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં પી. એમ. કુસુમ (કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહા અભિયાન) અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજના તથા ઉર્જા વિભાગની અન્ય યોજનાના લાભાર્થીઓનુ સન્માન કરાયું હતું. આ પ્રસંગે રૂ. ૩.૨૨ લાખ કરોડના કુલ ૧૭ એમ.ઓ.યુ. થયા હતા.
કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજય મંત્રી શ્રી પિયુષ ગોયલે આ પ્રસંગે જણાવ્યું હતું કે સૌર ઉર્જા ક્ષેત્રના વડાપ્રધાનશ્રીના વ્યાપક, વિશાળ અને દૂરંદેશી વલણને પરિણામે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બન્યો છે. સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાની નીતિથી આવનારા સમયમાં પર્યાવરણનું પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષા થશે. સૌર ઉર્જા ક્ષેત્રે કરેલું એક જ વારનું રોકાણ જિંદગીભરની બચત બની જાય છે. ગેસ-પેટ્રોલ-ડીઝલ જેવા પરંપરાગત ઉર્જાના સાધનો ખતમ થવાના આરે છે, ત્યારે સૌર ર્જાના વિકલ્પ થકી નવા વિશ્વનું નિર્માણ કરવાની શકયતા ઉજળી બની છે. ૧૦૦ ગીગા વોટના પ્લાન્ટ વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં ઇન્સ્ટોલ થયા છે ત્યારે ભારત દેશ ઉર્જા ક્ષેત્રે નવી જ સંકલ્પના સાકાર કરવા સમર્થ બન્યો છે, અને વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે આપણા દેશમાં ઉપલબ્ધ થતી મહત્તમ સૌર ઉર્જા આપણી કુદરતી મૂડી છે, જેનો મહત્તમ ઉપયોગ કરવા સરકાર કટિબદ્ધ છે, તેમ મંત્રીશ્રીએ ગોયલે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અહીં વાઇબ્રન્ટ સમિટમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. ભારત માટે ૨૧મી સદીના પ્રભાતનો જાણે ગુજરાતથી આરંભ થયો છે. કારણ કે વર્ષો પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુશાસનને મજબૂત બનાવવાની શરૂઆત કરી હતી, નવી દિશા આપી હતી. રાષ્ટ્રપિતા ગાંધીજીએ આપેલા સ્વચ્છતા રાખવા અને સ્વદેશી અપનાવવાના સંકલ્પને પ્રધાનમંત્રીશ્રીએ આગળ ધપાવ્યો છે. કાયદો અને ન્યાયતંત્ર, ર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઁ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતઁના સંકલ્પને સાકાર કરવા માટે ઉર્જા ઉત્પાદન ક્ષેત્રનો ફાળો મહત્વપૂર્ણ રહેશે. પથ્થરોને તોડી શકાય છે પણ સંસ્કારોનો નાશ થતો નથી. આપણી સંસ્કળતિમાં સૂર્યને માત્ર પ્રકાશ નહીં, પણ જીવન માનવામાં આવે છે. ર્જાતિના કેન્દ્રમાં સૂર્ય છે.
મહાનુભાવોના હસ્તે પી. એમ. કુસુમ (કિસાન ર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહા અભિયાન) અને પી.એમ. સૂર્યઘર મુફત બિજલી યોજના ના ત્રણ લાભાર્થીઓ, ઉર્જા વિભાગની અન્ય યોજનાના ૬ લાભાર્થીઓ અને સૌર ઉર્જા ક્ષેત્રે અગત્યની કામગીરી કરનારા છ વેન્ડર્સનું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે કળષિ, સહકાર અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય શ્રી દર્શીતાબેન શાહ તથા શ્રી રમેશભાઈ ટીલાળા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર, ગુજરાત ર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેનુ દિવાન અને ડાયરેક્ટર (એડમીન) શ્રી પ્રીતિ શર્મા, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય પ્રકાશ, ભારત સરકારના શક્તિ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી શશાંક મિશ્રા, મિનિસ્ટ્રી ઓફ રીન્યુએબલ એનર્જીના ડાયરેક્ટર શ્રી સુમન ચંદ્રા, ઇન્ડિયા સ્માર્ટ ગ્રેડ ફોરમના પ્રમુખ શ્રી રેજી પિલ્લાઈ, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખશ્રી કણ્વ ગર્ગ સહિતના ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (૯.રર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
