<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

જયોતિ સીએનસી ૫ વર્ષમાં ૧૦ હજાર કરોડનું રોકાણ કરશેઃ પરાક્રમસિંહ જાડેજા

આ ઇવેન્‍ટ માત્ર કોન્‍ફરન્‍સ નથી, પરંતુ વડાપ્રધાનના વિકસીત ભારત ૨૦૪૭ના સ્‍વપ્‍નને સાકાર કરવા માટેનું મહત્‍વનું પગલું, મેન્‍યુફેકચરીંગ એ અમારા માટે માત્ર બિઝનેસ નથી, પણ રાષ્‍ટ્ર પ્રત્‍યેની જવાબદારી છે

રાજકોટઃ વાઇબ્રન્‍ટ સમિટમાં જ્‍યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડના ચેરમેન શ્રી પરાક્રમસિહ જાડેજાએ પણ મેન્‍યુફેક્‍ચરિગ ક્ષેત્રે મહત્‍વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે જ્‍યોતિ સીએનસી આગામી પાંચ વર્ષમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પરાક્રમસિંહ જાડેજાએ વાઈબ્રન્‍ટ ગુજરાતને ભારતના ગ્રોથ એન્‍જિન તરીકે વર્ણવ્‍યું હતું. તેમણે કહ્યું હતું કે આજની આ ઇવેન્‍ટ માત્ર કોન્‍ફરન્‍સ નથી, પરંતુ વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના સ્‍વપ્નને સાકાર કરવા માટેનું એક મહત્‍વનું પગલું છે. તેમણે ઉમેર્યું હતું કે મેન્‍યુફેક્‍ચરિંગ એ અમારા માટે માત્ર બિઝનેસ નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્‍યેની જવાબદારી છે. હાલના વૈશ્વિક વાતાવરણમાં ભારત એક મજબૂત અને સ્‍થિર સ્‍થિતિમાં છે, જે રોકાણ માટે શ્રેષ્ઠ સમય છે. રાજકોટમાં યોજાયેલી ૧૦મી વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ દેશના આર્થિક વિકાસ માટે એક મહત્‍વનું સીમાચિહ્ન સાબિત થઈ છે. આ વૈશ્વિક મંચ પરથી દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ ગુજરાત અને ભારતના ભાવિ વિકાસ માટે કરોડો રૂપિયાના રોકાણની મહત્‍વપૂર્ણ જાહેરાતો કરી છે.  આ તમામ રોકાણો દ્વારા આગામી વર્ષોમાં ગુજરાતના ઉદ્યોગ જગતમાં નવી ક્રાંતિ આવવાની અને લાખો પ્રત્‍યક્ષ તથા પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાની પ્રબળ શક્‍યતાઓ છે

(3:30 PM IST)