હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રયાગરાજના સંગમ તટે ‘ઈટાલિયન કન્યા’ની રામભક્તિ: ૭ સમુદ્ર પાર કરીને માઘ મેળામાં આવી ૨૨ વર્ષીય લુક્રેસિયા; પિતા સાથે લગાવી આસ્થાની ડૂબકી
“ભારત દુનિયાનું સૌથી જાદુઈ સ્થળ છે”: ઈટાલીની લુક્રેસિયાના મુખે ગુંજ્યા ‘જય શ્રી રામ’ અને ‘હર હર ગંગે’ના નાદ; નાગા સાધુ ગુરુ પાસે બેસીને શીખી રહી છે આધ્યાત્મિકતાના પાઠ

પ્રયાગરાજ: ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સનાતન ધર્મનું આકર્ષણ હવે સાત સમુદ્ર પાર કરીને વિદેશી યુવાનોને પણ પોતાની તરફ ખેંચી રહ્યું છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા પવિત્ર માઘ મેળામાં હાલ એક ૨૨ વર્ષીય ઈટાલિયન યુવતી લુક્રેસિયા આકર્ષણનું કેન્દ્ર બની છે. ઈટાલીના મિલાનો શહેરથી આવેલી આ યુવતી તેના પિતા પેરાન્ઝેલ સાથે પવિત્ર ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને ભારતીય રંગે રંગાઈ ગઈ છે.
ગુરુની શરણમાં ભક્તિભાવ
માઘ મેળાના સેક્ટર ૫ માં લુક્રેસિયા તેના ગુરુ, નાગા સાધુ મનમોજી રામપુરી (નૈમિષારણ્ય) સાથે સમય વિતાવી રહી છે. હાથમાં માળા અને મુખ પર ‘સીતા રામ’ ના જાપ સાથે તે કલાકો સુધી ભજનમાં લીન રહે છે. લુક્રેસિયાનું માનવું છે કે ભારત જેવી આત્મીયતા અને શાંતિ વિશ્વના અન્ય કોઈ પણ દેશમાં નથી. તે જણાવે છે કે તેણે ચીન, જાપાન અને મેક્સિકો જેવા દેશો જોયા છે, પરંતુ ભારતના લોકો જેવો પ્રેમ બીજે ક્યાંય મળ્યો નથી.
મહાકુંભ બાદ હવે માઘ મેળાનો અનુભવ
લુક્રેસિયા અગાઉ ૨૦૨૫ ના મહાકુંભમાં પણ ભારત આવી ચૂકી છે. આ તેની ભારતની ત્રીજી મુલાકાત છે. તે કહે છે કે, "ગંગા મૈયામાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે." લુક્રેસિયા અત્યારે ઈટાલીની યુનિવર્સિટીમાં બિઝનેસ સ્ટડીઝનો અભ્યાસ કરી રહી છે અને પોતાના ફેમિલી બેકરી બિઝનેસમાં પણ મદદ કરે છે, પરંતુ ભારત પ્રત્યેનો તેનો લગાવ તેને વારંવાર ખેંચી લાવે છે.
યોગી સરકારની વ્યવસ્થાની પ્રશંસા
લુક્રેસિયાએ માત્ર આધ્યાત્મિકતા જ નહીં, પરંતુ મેળાની ભવ્ય વ્યવસ્થાના પણ વખાણ કર્યા છે. તેણે યુપી પોલીસની સુરક્ષા અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે યોગી સરકારનો આભાર માન્યો હતો. લુક્રેસિયા હવે હિન્દીના કેટલાક શબ્દો જેવા કે "આભાર," "રાધે રાધે," અને "ઓમ નમઃ શિવાય" પણ સ્પષ્ટપણે બોલી શકે છે. તેના પિતા પણ ભારતની આ પવિત્ર ઉર્જા જોઈને દંગ રહી ગયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
