હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 12th January 2026
ભાગેડુ નીરવ મોદીની કંપનીમાં આગ લાગી કે લગાવી ? ED એ નોંધાવી પોલીસ ફરિયાદ: FSL કરશે તપાસ
ફાયર સ્ટાર કંપનીના દસ્તાવેજ વિભાગમાં ભેદી રીતે આગ લાગી હતી

સુરત : ભાગેડુ નીરવ મોદી ની, સચિન SEZમાં આવેલી કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ED દ્વારા સચિન GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. GIDC પોલીસે જાણવાજોગ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. ફાયર સ્ટાર કંપનીના દસ્તાવેજ વિભાગમાં ભેદી રીતે આગ લાગી હતી. ED દ્વારા ભાગેડુ નીરવ મોદીની કંપનીને ટાંચમાં લઇ તપાસ કરી રહી હતી. આગ લગાવી હતી કે લાગી હતી તે દિશામાં તપાસ કરવા માટે FSLની મદદ લેવામાં આવી છે
. ઇડીએ સીલ કરેલી બંધ કંપનીમાં લાગી હતી, જ્યાં અગાઉથી દસ્તાવેજો અને બિઝનેસ રેકોર્ડ્સ પડેલા હતા. આગ લાગવાનો ઉદ્દેશ ભેદી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં પુરાવા નષ્ટ કરવાનો સંકેત જોવા મળ્યો છે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
