<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

સોમનાથમાં જૂનાગઢ સહિત સતાધાર પરબધામના સંતો સાથે નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાત

જુનાગઢઃ સોમનાથ પર્વની ઉજવણી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની ઉપસ્‍થિતીમાં ભવ્‍યાતિવ્‍ય કરવામાં આવેલ જેમાં નરેન્‍દ્રભાઈ મોદીએ જુનાગઢ ચાપરડા સતાધાર પરબધામ સહિતના સંતોને વ્‍યક્‍તિગત મળી આશિવાર્દ લીધા હતા. ઉપરોક્‍ત તસ્‍વીરમાં ચાપરડાના પુ.મુક્‍તાનંદબાપુ તથા પરબધામના પુ.કરશનદાસ બાપુ તેમજ તોરણીમાતા પુ.રાજેન્‍દ્રદાબાપુ સતાધારના પુ.વિજયબાપુ જૂનાગઢના પુ.મહેશગીરીબાપુ તેમજ ઋષિરાજ આશ્રમના પુ.બલરામદાસબાપુ, પુ.મહેશ્વરી દેવીજી તેમજ પુ.શેરનાથબાપુ, પુ.ઈન્‍દ્રભારતી બાપુ, પુ.હરીહરાનંદ ભારતી બાપુ, પુ.મહિન્‍કાનંદગીરીબાપુ, ભારદ્રાજગીરી બાપુ, પુ.મુક્‍તાનંદબાપુ, પુ.સુખરામદાસ બાપુ સહિતના સંતોને નરેન્‍દ્રભાઈ મળ્‍યા હતા. અને સંતોએ તેઓને આ સ્‍વાભિમાન પર્વની ઉજવણી કરવા બદલ અભિનંદન આપ્‍યા હતા અને દિધાર્યુ માટે આશિવાર્દ આપ્‍યા ત્‍યારે નરેન્‍દ્રભાઈ એ જણાવ્‍યું હતું કે આપ સંતો કા આશિવાર્દ હે ઈસીલીયે હો રહા હે મે અકેલા નહી કર રહા હું તેમ કહ્યું હતું.(અહેવાલ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(10:10 AM IST)