હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાયબર ગુનેગારોએ એક વર્ષમાં કુલ ૨૦,૦૦૦ કરોડ રૂપિયા લૂંટયા
માત્ર દિલ્હીમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૫૦ કરોડ રૂપિયાની સાયબર લૂંટ : ૨૦૨૪ના દસ ટકા રિકવરી રેટની સરખામણીમાં ૨૦૨૫માં રિકવરી રેટ પણ વધીને ૨૪ ટકા થયો

નવી દિલ્હી,તા.૧૩: ભારતમાં મોટાભાગના સાયબરક્રાઈમ નોધાતા નથી આમ છતાં નોધાયેલાં સાયબરક્રાઈમના આંકડા ચોંકાવનારા છે. સાયબર ગુનેગારોએ માત્ર દિલ્હી વિસ્તારમાંથી જ છેલ્લા એક વર્ષમાં કુલ ૧૨૫૦ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે. સાયબરક્રાઇમ વિરોધી તમામ પ્રકારની સરકારી ઝૂંબેશો છતાં આખા દેશમાં સાયબર ગુનેગારોએ છેલ્લા એક વર્ષમાં કુલ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાનો અંદાજ છે. ગયા અઠવાડિયે જ દિલ્હીના ગ્રેટર કૈલાસ વિસ્તારમાં સિનિયર સિટિઝન્સ ૮૧ વર્ષના ઓમ તનેજા અને તેમના ૭૭ વર્ષના પત્ની ઇન્દિરાની સોળ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગુનેગારોએ તેમની પાસેથી૧૪.૮૫ કરોડ રૂપિયા લૂંટી લીધા હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતમાં આ સાયબર ગુનાખોરી કંબોડિયા, વિયેટનામ અને લાઓસમાં બેઠેલાં ચીની હેન્ડલર્સ દ્વારા આચરવામાં આવે છે. આ દેશોમાં મોટાપાયે સ્કેમ ટ્ટ કમ્પાઉન્ડસ આવેલાં છે જેમાંથી આખી દુનિયામાં ચીની હેન્ડલર્સ લોકોને નિશાન બનાવે છે. આ સ્થળોથી ચલાવવામાં આવતાં સાયબર સ્કેમ માટે ગેરકાયદે સીમ બોક્સ ઇન્સ્ટોલેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સીમ બોક્સ ઇન્ટરનેશનલ કોલને સ્થાનિક કોલ તરીકે બતાવે છે.
બીજી મોટી સમસ્યા મ્યૂલ એટલે કે ભાડૂતી બેન્કખાતાઓની છે. ભારતમાં રહેતાં છેતરપિડી કરનારાઓ આવા ભાડૂતી ખાતાઓ અને સીમ કાર્ડ પુરા પાડી વિદેશી સિન્ડિકેટ્સને તેમના નાણાં ફેરવી આપવામાં સહાય કરે છે. સાયબર, ગુનેગારો લોકોને લૂંટી જે રકમ પડાવે તેને આવા ભાડૂતી ખાતા દ્વારા નાના ટુકડાઓમાં ફેરવી નાંખવામાં આવે છે જેને કારણે તેને પાછી વસૂલવાનું કામ મુશ્કેલ બની રહે છે. આવા ભાડૂતી ખાતાઓ સામાન્ય રીતે ગરીબો પાસેથી કમિશન પર મેળવવામાં આવે છે.
ભારત સરકારે આખું વર્ષ સાયબર ગુનાખોરી સામે ઝૂંબેશ ચલાવી છતાં તેમાં કોઈ ઘટાડો થયો નથી. ૨૦૨૪માં દિલ્હીમાંથી સાયબર ગુનેગારોએ ૧૧૦૦ કરોડ રૂપિયા લૂંટીલીધા હતા તો ૨૦૨૫માં આ આંકડો વધીને ૧૨૫૦ કરોડ રૂપિયા થયો છે. એકમાત્ર આશાનું કિરણ એ જણાયું છે કે ૨૦૨૪માં નાણાં પાછાં મેળવવાનો દર દસ ટકા હતો તે ૨૦૨૫માં વધીને ૨૪ ટકા થયો છે.પોલીસના જણાવ્યા અનુસાર સાયબર ક્રાઇમની જાણ તત્કાળ ૧૯૩૦ નંબર પર કરવામાં આવે તો આવી રીતે લૂંટવામાં આવેલાં નાણાં ૨૪ કલાકમાં બ્લોક કરી તેને પરત મેળવવાની તક પોલીસ પાસે રહે છે.
ગયા વર્ષે પヘમિ બંગાળની એક સ્થાનિક કોર્ટે ડિજિટલ એરેસ્ટના કેસમાં ગુનેગારોને દોષી ઠરાવી નવ જણાંને આજીવન કેદની સજા ફટકારી હતી. દેશમાં ડિજિટલ એરેસ્ટના ગુનેગારોને સજા આપવાની આ પ્રથમ ઘટના હતી. પોલીસ પણ ડિજિટલ એવિડેન્સ મેનેજમેન્ટ, સાયબર ફોરેન્સિક્સ અનેખાસ સાયબર પોલીસ સેલ દ્વારા આ આધુનિક ગુનાખોરીને ડામવાના તમામ પ્રયાસ કરી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
