<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

બેંગ્‍લુરુમાં ૩૪ વર્ષની મહિલાએ સેક્‍સનો ઈનકાર કરતાં ૧૮ વર્ષના યુવાને હત્‍યા કરી

શર્મિલાનું શબ ત્રણ જાન્‍યુ.ના રોજ રામમર્તિનગરના ભાડાના ઘરમાં મળી આવ્‍યું હતું

બેંગલુરુ,તા.૧૩: કર્ણાટકના પાટનગર બેંગ્‍લુરુમાં એક સોફટવેર એન્‍જિનિયરના શંકાસ્‍પદ મોતના કેસમાં પોલીસે એક સપ્તાહ બાદ મોટો ઘટસ્‍ફોટ કર્યો છે. તપાસમાં સામે આવ્‍યું છે કે ૩૪ વર્ષની સોફટવેર એન્‍જાિનિયર શર્મિલા ડીકેની હત્‍યા એક ૧૮ વર્ષના યુવકે તે સમયે કરી દીધી હતી કે જ્‍યારે આ મહિલાએ તેના સેક્‍સના પ્રસ્‍તાવનો વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે શર્મિલાનું શબ ત્રણ જાન્‍યુઆરીના રોજ રામમૂર્તિનગરના સુબ્રમણ્‍ય લેઆઉટ સ્‍થિત તેના ભાડાના ઘરમાં મળી આવ્‍યું હતું. શરૂઆતમાં એવી આશંકા દર્શાવાઈ હતી કે એપાર્ટમેન્‍ટમાં આગ લાગ્‍યા બાદ શ્વાસ ઘૂંટાવાના કારણે તેનં મોત થયું હશે. શર્મિલા આઈટી કંપની એક્‍સેન્‍ચરમાં સોફટવેર એન્‍જિનિયર તરીકે કામ કરતી હતી. જો કે તપાસ બાદ પોલીસની નજર આરોપી પર પડી હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર કર્નાલ કુરઇનામનો આ ૧૮ વર્ષનો યુવાન મહિલાના પડોશમાં જ રહેતો હતો અને તેણે ગુનો પણ કબૂલી લીધો છે.

પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્‍યું હતું કે ત્રણ જાન્‍યુઆરીની રાત્રે સ્‍લાઈડિગ વિન્‍ડો મારફત શર્મિલાના ઘરમાં ઘૂસ્‍યો હતો અને તેની પાસે સેક્‍સની માંગ કરી હતી. જયારે શર્મિલાએ તેનો વિરોધ કર્યો ત્‍યારે તેણે મહિલાનું મો અને નાક દબાવી દીધું હતું તેને પરિણામે મહિલા અર્ધબેહોશ થઈ ગઈ હતી. આ દરમિયાન થયેલાં સંઘર્ષમાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી નીકળવા લાગ્‍યું હતું. પોલીસનો આરોપ છે કે આરોપીએ પુરાવાઓનો નાશ કરવા માટે મહિલાના કપડા અને અન્‍ય આપત્તિજનક સામગ્રીને બેડરૂમના ગાદલા પર જ રાખીને તેને આગ લગાવી દીધી હતી અને ફરાર થઈ જતાં પહેલાં પોતાની સાથે શર્મિલાનો મોબાઈલ ફોન પણ લઈ ગયો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્‍યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે

(10:12 AM IST)