હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આયુષ ડોક્ટર્સને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ જાહેર કરવા અંગેની અરજી પર સુપ્રિમની કેન્દ્રને નોટિસ
PILમાં ૧૯૫૪ના કાયદાની અનુસૂચિની સમીક્ષા માટે નિષ્ણાત સમિતિના ગઠન માટે નિર્દેશની માંગ

નવી દિલ્હી,તા.૧૩: સર્વોચ્ચ અદાલતે સોમવારે આયુષ ડોક્ટર્સને પણ એલોપેથિક ડોક્ટર્સની સમકક્ષ કાયદા હેઠળ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ જાહેર કરવા અંગેની એક જાહેર હિતની અરજી (પીઆઈએલ) પર કેન્દ્રીય કાયદા મંત્રાલય, આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલયને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. આ પીઆઈએલમાં ૧૯૫૪ના કાયદાની અનુસૂચિની સમીક્ષા અને સંશોધન માટે નિષ્ણાતોની એક કમિટી રચવાના નિર્દેશની માંગ કરાઈ છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જાસ્ટિસ સૂર્ય કાંત અને જાસ્ટિસ જોયમાલા બાગચીની ખંડપીઠે આ કેસમાં અરજદાર એવા કાયદાના વિદ્યાર્થી નીતિન ઉપાધ્યાના વકીલ અશ્વિની ઉપાધ્યાયની દલીલો પર ધ્યાન આપતા કેન્દ્રને નોટિસ ફટકારી હતી. નીતિન ઉપાધ્યાય વકીલ અશ્વિની ઉપાધ્યાનના પુત્ર છે. બેન્ચે વકીલને ટકોર કરતા કહ્યું કે, અમે વિચાર્યું હતું કે તમારો પુત્ર ગોલ્ડ મેડલ વગેરે મેળવશે. પરંતુ તે જાહેર હિતની અરજી દાખલ કરી રહ્યો છે. તમે અત્યારે અભ્યાસ શા માટે નથી કરી રહ્યા?... તમારા પુત્ર માટે અત્યારે નોટિસ જાહેર કરીએ છીએ જેથી તે સારી રીતે અભ્યાસ કરી શકે.
અરજીમાં ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાતો) કાયદો, ૧૯૫૪ની કલમ ૨(સીસી) હેઠળ આયુષ ડોક્ટર્સને રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સ જાહેર કરવાનો નિર્દેશ આપવાની માંગ કરાઈ છે. આ કાયદાનો ઉદ્દેશ કેટલાક કિસ્સામાં કથિત સારવારનો દાવો કરતી જાદુઈ ગુણ ધરાવતી દવાઓની જાહેરાત ઉપર પ્રતિબંધ મૂકવાનો હતો. જ્યારે કાયદાની કલમ ૨ (સીસી) રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર્સની વ્યાખ્યા સંલગ્ન છે.
અરજીમાં એવી દલીલ પણ કરાઈ હતી કે, આ કાયદો લોકોને જૂઠા અને ભ્રમિત કરતા મેડિકલ વિજ્ઞાપનથી બચવા માટે ઘડાયો હતો. કલમ ૩ (ડી) હેઠળ કેટલીક બીમારીઓ અને સ્થિતિ સંલગ્ન દવાઓની જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
