હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જાન્યુઆરી ૨૦૨૫માં ચાંદીનો ભાવ એક લાખ હતોઃ ૨૦૨૬માં વધીને અઢી લાખ પહોંચી ગયો
એક વર્ષમાં ચાંદીના ભાવમાં દોઢ લાખનો વધારોઃ ખરીદી યથાવતઃ ભાવ વધારાને કારણે ચાંદીની ખરીદી પણ તોલામાં થાય તે દિવસો હવે દૂર નથી : સોનામાં એક વર્ષમાં લગભગ ૬૦૦૦૦નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં સોનાનો ભાવ લગભગ ૮૦૦૦૦ રૂપિયા પ્રતિ તોલો (૧૦ ગ્રામ) હતો, જે ડિસેમ્બર ૨૦૨૫માં વધીને ૧.૪૦ લાખ સુધી પહોંચ્યો હતો

મુંબઈ,તા.૧૩: સામાન્ય રીતે સોનાની ખરીદી તોલામાં (૧૦ ગ્રામ) થતી હોય છે અને ચાંદીની ખરીદી-વેચાણ કિલોમાં થાય છે. જોકે, હવે જે રીતે ચાંદીનો ભાવ વધી રહ્યો છે, તે જોતા ચાંદીની ખરીદી તોલામાં થાય તે દિવસો હવે દૂર નથી. ચાંદીના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, તે જોતા લોકો હવે ચાંદીમાં રોકાણ કરવાનું સલામત માની રહ્યા છે. ચાંદીમાં રોકાણ કરનારને એકાદ વર્ષમાં દોઢસો ટકાનો નફો મળી રહ્યો છે. એક વર્ષમાં જ ચાંદીના ભાવમાં સીધો દોઢ લાખનો વધારો થયો છે, તેને પગલે ચાંદીમાં રોકાણ કરનારાઓને ચાંદી-ચાંદી થઇ ગઇ છે. હાલ પણ અમદાવાદ સહિત વિશ્વના બજારોમાં ચાંદીની સતત માગ વધી રહી છે, જેના કારણે ચાંદીનો ભાવ વધી રહ્યો છે. સોની બજારના વેપારીઓ પણ ચાંદીના ભાવની અનિヘતિતાને લઇને સ્તબ્ધ થયા છે. ઘરેણાં બનાવવા માટે વપરાતી ચાંદીનો ઉપયોગ પણ વધી રહ્યો છે, તેથી સપ્લાય સામે ડિમાન્ડ વધતાં ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫માં ચાંદીનો ભાવ એક લાખ રૂપિયા હતો, જે હાલમાં વર્ષ ૨૦૨૬માં વધીને અઢી લાખ પહોંચી ગયો છે.
સોના અને ચાંદીના ભાવ સતત નવા રેકોર્ડ તોડી રહ્યા છે. વર્ષોથી લોકો સલામત રોકાણ માટે સોનાની પસંદગી કરતા હતા, જ્યારે ચાંદી બીજા નંબરે રહી હતી. છેલ્લા એક વર્ષમાં આ માન્યતા બદલાઈ ગઈ છે અને રોકાણ માટે ચાંદી પ્રથમ નંબરે આવી છે. સોનામાં એક વર્ષમાં લગભગ ૬૦ હજારનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં સોનાનો ભાવ લગભગ ૮૦ હજાર રૂપિયા પ્રતિ તોલો (૧૦ ગ્રામ) હતો, જે ડિસેમ્બર ૨૦૨૫માં વધીને ૧.૪૦ લાખ સુધી પહોંચ્યો હતો, જયારે ચાંદીના ભાવમાં દોઢ લાખનો વધારો નોંધાયો છે.
નવેમ્બર-ડિસેમ્બરમાં ચાંદીનો ભાવ એક લાખ વધ્યો
વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં ચાંદીના ભાવમાં ધીમો વધારો શરૂ થયો હતો, પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરમાં ચાંદીના ભાવમાં એક લાખ રૂપિયાનો અસાધારણ ઉછાળો નોંધાયો હતો. નવેમ્બરની શરૂઆતમાં ચાંદીનો ભાવ રૂ. ૧.૬૬ લાખ હતો, જે ડિસેમ્બરના અંતે સીધા અઢી લાખ સુધી પહોંચી ગયો હતો. જાન્યુઆરીની શરૂઆતમાં ભાવ અઢી લાખથી પણ વધ્યા હતા.
વૈશ્વિક ખરીદી વધતાં ભાવ વધ્યો, રોકાણ માટે સલામત
પહેલા લોકો સોના-ચાંદીમાં જ રોકાણ કરતા હતા. રોકાણ માટેના વિકલ્પો વધતાં લોકો અન્ય સ્થળે રોકાણ કરતા થયા. ત્યારે જ વર્ષ ૨૦૨૫માં સોના અને ચાંદીમાં રોકાણકારોને અસાધારણ રિટર્ન મળ્યું છે. હાલ ચાંદીની ખરીદીમાં વૈશ્વિક ઉછાળો છે, જેથી ભાવ સતત વધતા જઈ રહ્યા છે. ચાંદી રોકાણ માટે હજુ પણ સલામત છે.
ચાંદીના ભાવમાં સતત વધારો થવાના કારણો
સોની બજારના વેપારીઓના મતે, વિશ્વમાં થયેલા ચોક્કસ ફેરફારોને લીધે ચાંદીના ભાવમાં અસાધારણ વધારો થઈ રહ્યો છે. મુખ્ય કારણો છે ગ્લોબલ મોંઘવારી અને નાણાકીય અનિヘતિતા, જેથી લોકો સોના, ચાંદીમાં જ રોકાણ કરવાનું સલામત માને છે; ચાંદીનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ, બેટરી અને ફાર્મા ઇન્ડસ્ટ્રિમાં સતત વધી રહ્યો છે; તેમજ મેક્સિકો, પેરુ અને ચીન જેવા દેશોમાં ચાંદીનું ઉત્પાદન ઘટી રહ્યું છે.
છેલ્લા એક વર્ષમાં ચાંદીના ભાવમાં દર મહિને વધારા-ઘટાડાની વિગતો (અમદાવાદના સોની બજારના ભાવ મુજબ)
ડિસેમ્બર ૨૦૨૪ ૯૮,૦૦૦ ૧,૦૦,૦૦૦
જાન્યુઆરી ૨૦૨૫ ૯૮,૦૦૦ ૧,૦૭,૦૦૦
ફેબ્રુઆરી ૨૦૨૫ ૧,૦૭,૦૦૦ ૧,૦૫,૦૦૦
માર્ચ ૨૦૨૫ ૧,૦૫,૦૦૦ ૧,૧૩,૦૦૦
એપ્રિલ ૨૦૨૫ ૧,૦૨,૩૦૦ ૧,૦૫,૮૦૦
મે ૨૦૨૫ ૧,૦૮,૦૦૦ ૧,૧૧,૭૦૦
જૂન ૨૦૨૫ ૧,૦૧,૮૦૦ ૧,૦૯,૬૦૦
જુલાઈ ૨૦૨૫ ૧,૦૯,૫૦૦ ૧,૧૯,૦૦૦
ઓગસ્ટ ૨૦૨૫ ૧,૧૬,૮૦૦ ૧,૨૨,૯૦૦
સપ્ટેમ્બર ૨૦૨૫ ૧,૨૬,૮૦૦ ૧,૫૨,૦૦૦
ઓક્ટોબર ૨૦૨૫ ૧,૫૩,૦૦૦ ૧,૬૬,૦૦૦
નવેમ્બર ૨૦૨૫ ૧,૬૬,૦૦૦ ૨,૦૦,૦૦૦
ડિસેમ્બર ૨૦૨૫ ૧,૯૬,૦૦૦ ૨,૫૮,૦૦૦
જાન્યુઆરી ૨૦૨૬ ૨,૩૮,૦૦૦ ૨,૫૦,૦૦૦.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
