<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ભારે કરી! પ્રેમી-પ્રેમિકા લગ્ન કરવા માગતા હતા

પરિવાર માન્‍યો નહીં તો પોલીસ સ્‍ટેશને જઈ લગ્ન કર્યા

આંબેડકરનગર,તા.૧૩: ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાંથી એક અનોખી લવ સ્‍ટોરી ફરી ચર્ચામાં આવી છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બન્‍યું છે એવું કે એક પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે બહુ મોટી કહાની રચી નાખી. આ સમગ્ર મામલો છે આંબેડનગરના જહાંગીરગંજ વિસ્‍તારના ધર્મપુર કરમૈતેપુર ગામનો. જ્‍યાંના રહેવાસી પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માગતો હતો, પણ તેના પરિવારવાળા આ લગ્નની વિરુદ્ધ હતા. ૫ વર્ષ જૂના પ્રેમે મજબૂર થઈને પોલીસ સ્‍ટેશનમાં જઈને લગ્ન કરાવી આપવાની જીદ કરી.

પ્રેમીએ પોતાની પ્રેમિકાને કહ્યું કે તે ચોકીમાં તેના પરિવાર વિરુદ્ધ આવેદન આપે, જે બાદ પરિવાર મજબૂરીમાં લગ્ન કરાવી દેશે. પ્રેમિકાએ પણ એવું જ કર્યું જેવું પ્રેમીએ કહ્યું હતું. પ્રેમિકાએ જહાંગીરગંજ વિસ્‍તારમાં એક આવેદન આપ્‍યું. આવેદન અનુસાર પોલીસે તેના પ્રેમીને ચોકીએ બોલાવ્‍યો. જ્‍યારે પ્રેમી ચોકીએ આવ્‍યો તો તેણે પ્રેમિકા સાથે લગ્ન કરવાની વાત કહી. જે બાદ પોલીસે આ બંનેને છોડી દીધા. કેમ કે બંને પુખ્‍તવયના હતા. જે બાદ બંને પ્રેમી પ્રેમિકાને નરિયાંવ બાવલી ચોક પર આવેલા મંદિરમાં લગ્ન કરી લીધા અને અહીંથી ક્‍યાંક જતા રહ્યા.

આ મામલો ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્‍લાના જહાંગીરગંજ વિસ્‍તારના ધર્મપુર કરમૈતેપુર ગામનો છે. આ ગામના રહેવાસી બલવંત સિહ ચૌહાણ પોતાના ગામથી ૩ કિમી દૂર ગામની એક છોકરીને પ્રેમ કરી બેઠા. બંને વચ્‍ચે ૫ વર્ષથી લફરું ચાલી રહ્યું હતું પણ પ્રેમીના પરિવારવાળા લગ્ન માટે તૈયાર નહોતા. પ્રેમિકાએ પોલીસ સ્‍ટેશનમાં આવેદન આપ્‍યું. જે બાદ પ્રેમીએ લગ્ન કરવાની વાત કહી. બંનેએ નરિયાંવ બાવલી ચોક પર મંદિરમાં લગ્ન કરી લીધા અને પ્રેમી-પ્રેમિકાને લઈને ક્‍યાંક જતા રહ્યા

 

(10:15 AM IST)