<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

માંગરોળના મક્‍તુપુર મુકામે ‘પૂજ્‍ય મામા સરકાર' પરિવારના આંગણે શુભ લગ્ન પ્રસંગનું ભવ્‍ય આયોજન

ચુડાસમા પરિવારની દીકરી ચિ. દીપાલીબા અને જાડેજા પરિવારના ચિ. હરપાલસિંહજી પ્રભુતામાં પગલાં પાડશે

રાજકોટ : જૂનાગઢ જિલ્‍લાના માંગરોળ તાલુકાના મક્‍તુપુર ખાતે આગામી દિવસોમાં એક ભવ્‍ય લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મૂળ રૂદલપુર અને હાલ મક્‍તુપુર નિવાસી, પરમ આધ્‍યાત્‍મિક સંત પૂજ્‍ય શ્રી મામા સરકાર (શ્રી રાજુભા ભીખુભા ચુડાસમા) ના આંગણે તેમની સુપુત્રીના શુભ લગ્નનો અવસર યોજાઈ રહ્યો છે.

આ શુભ પ્રસંગે પૂજ્‍ય મામા સરકાર અને પૂજ્‍ય રૂપલબા ચુડાસમાના સુપુત્રી સૌ.કં.ચિ. દીપાલીબાના લગ્ન, મૂળ કોઠારા (કચ્‍છ) અને હાલ જામનગર નિવાસી શ્રી જોગારજી દાજીભા જાડેજાના સુપુત્ર ચિ.શ્રી હરપાલસિંહજી સાથે નિર્ધાર્યા છે.

આ લગ્ન પ્રસંગ વિક્રમ સંવત ૨૦૮૨, પોષ વદ ૧૪ ને શનિવાર, તારીખ ૧૭ ના રોજ સાંજે યોજાશે.

આ માંગલિક અવસર નિમિત્તે તા. ૧૩-૦૧-૨૦૨૬ થી તા. ૧૭-૦૧-૨૦૨૬ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે,

જ્જ દાંડિયા રાસ : પોષ વદ ૧૦, મંગળવાર, તા. ૧૩-૦૧-૨૦૨૬, રાત્રે ૯:૩૦ કલાકે.

જ્જ મહેંદી-સાંજી : પોષ વદ ૧૧, બુધવાર, તા. ૧૪-૦૧-૨૦૨૬, સાંજે ૪ કલાકે.

જ્જ દીકરી વ્‍હાલનો દરિયો : પોષ વદ ૧૧, બુધવાર, તા. ૧૪-૦૧-૨૦૨૬, રાત્રે ૮:૩૦ કલાકે.

જ્જ મંડપ મુહૂર્ત : પોષ વદ ૧૨, ગુરૂવાર, તા. ૧૫-૦૧-૨૦૨૬, સવારે શુભ ચોઘડીયે.

જ્જ ભોજન સમારંભ : પોષ વદ ૧૨, ગુરૂવાર, તા. ૧૫-૦૧-૨૦૨૬, સાંજે ૭:૩૦ કલાકે.

જ્જ ગીત-સંગીત મહેફિલ : પોષ વદ ૧૨, ગુરૂવાર, તા. ૧૫-૦૧-૨૦૨૬, રાત્રે ૯:૩૦ કલાકે.

જ્જ વેલ આગમન : પોષ વદ ૧૩, શુક્રવાર, તા. ૧૬-૦૧-૨૦૨૬, સવારે શુભ ચોઘડીયે.

જ્જ વેલ વિદાય : પોષ વદ ૧૩, શુક્રવાર, તા. ૧૬-૦૧-૨૦૨૬, બપોરે શુભ ચોઘડીયે.

જ્જ શુભ લગ્ન : પોષ વદ ૧૪, શનિવાર, તા. ૧૭-૦૧-૨૦૨૬, સાંજે શુભ ચોઘડીયે.

આ તમામ પ્રસંગોનું આયોજન હોટેલ ધ રોયલ ઓનર્સ, મક્‍તુપુર (માંગરોળ), માંગરોળ-પોરબંદર હાઈવે, જિ. જૂનાગઢ ખાતે કરવામાં આવ્‍યું છે.

આ અવસરને દીપાવવા માટે ચુડાસમા પરિવાર, રાઠોડ પરિવાર (પ્રાંચી-ખાંભા), વસાવડા પરિવાર (રાજકોટ) તથા સમસ્‍ત ‘મામા સરકાર' મિત્ર મંડળ અને સ્‍નેહીજનો ઉત્‍સાહભેર જોડાઈ રહ્યા છે. 

(11:34 AM IST)