<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ઈરાનમાં સતત ૧૦૦ કલાકથી વધુ સમયથી ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ: માહિતીના પ્રસારને રોકવા માટે ઈરાની સરકારે ડિજિટલ બ્લેકઆઉટનો આશરો લીધો

વૈશ્વિક ઈન્ટરનેટ મોનિટર 'નેટબ્લોક્સ' ના ડેટા અનુસાર, ઈરાનમાં છેલ્લા ૧૦૦ કલાકથી વધુ સમયથી સંપૂર્ણ ઈન્ટરનેટ બ્લેકઆઉટ છે. એટલે કે સામાન્ય જનતા માટે ઈન્ટરનેટ સેવાઓ ઠપ કરી દેવામાં આવી છે. 

દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની માહિતી બહાર ન જાય અને લોકો એકઠા ન થઈ શકે તે માટે સરકારે આ કડક પગલું ભર્યું છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટી ૧૦૦ ટકાથી સીધી શૂન્યની નજીક પહોંચી ગઈ છે.

(12:10 PM IST)