હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાંદીમાં બીજા દિવસે ૬૦૦૦ રૂા.નો ઉછાળો ભાવ ૨,૭૦,૦૦૦ રૂપિયાની નવી ટોચે
બે દિવસમાં ચાંદીમાં ૧૪,૫૦૦ રૂા.નો ભાવ વધારોઃ સોનામાં ૬૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૪૫,૧૦૦ રૂા.ની નવી સપાટીએ

રાજકોટ, તા., ૧૩: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં તેજીનો તરખાટના પગલે રોજ-બરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે ચાંદીમાં સતત બીજા દિવસે વધુ ૬૦૦૦ રૂા.નો અને સોનામાં વધુ ૬૦૦ રૂા.નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવો સર્વોચ્ચ સપાટી સર કરી છે.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે આજે ચાંદીમાં ૬૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી (૧ કિલો) ના ભાવ ર,૬૪,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૭૦,૦૦૦ની નવી ઐતિહાસિક સપાટીએ ભાવ પહોંચ્યા હતા. નવા સપ્તાહના પ્રારંભે ગઇકાલે ૮,પ૦૦ રૂા.વધ્યા બાદ આજે વધુ ૬૦૦૦રૂા.નો ભાવવધારો થતા બે દિવસમાં ચાંદીમાં ૧૪,૫૦૦ રૂા.નો તોતીંગ ઉછાળો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ આજે વધુ ૬૦૦ રૂા. વધ્યા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૬૦૦ રૂા.નો ભાવવધારો થતા ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૪,પ૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૫,૧૦૦ ની નવી ટોચની સપાટી બનાવી છે. સોનાના બિસ્કીટમાં ૬,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૪૫,૦૦૦ રૂા. હતા. તે વધીને આજે ૧૪,૫૧,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
અમેરીકા દ્વારા વેનેઝુએલા પછી ઇરાન, ગ્રીનલેન્ડ અને કોલંબીયા તરફથી લાલ આંખ કરતા વેશ્વિક અરાજકતાની ભિતીના પગલે અને ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્ષ ગબડતા સોના-ચાંદીમાં સતત ભાવવધારો થઇ રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.(૨.૧૪)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
